સાચા શિક્ષક હોવાનું ગૌરવ...
શિક્ષક હોવાનું ગૌરવ... ગયા વર્ષે 'તમે શિક્ષક થવાને લાયક નથી..' એ વિષય પર લખવા હું મજબૂર નહીં, મજબૂત હતો. શિક્ષક હોવાના નાતે મને થયેલા કડવો અનુભવ લખું નહિ, તો મને નીચાજોણું લાગે. આજે આ લખું છુ ત્યારે મારા મનમાં ને હ્રદયમાં એક જ ભાવ ઉછળી રહ્યો છે અને તે એટ્લે શિક્ષક હોવાનું ગૌરવ. આણંદ જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય તરીકે શાલ, સન્માનપત્ર અને 15 હજાર રૂપિયાના ચેક સાથે રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે સન્માન થયું ત્યારે ખૂબ ખુશી થઈ. ગયા વર્ષના કડવો અનુભવ ઓગળી ગયો. આવું થયું એનું કારણ મારા શાળાના વિકાસ માટે થયેલા કાર્યોને યાદ કરતો ને વાગોળતો હતો. હું મારી શાળામાં મુખ્ય શિક્ષકની જ્વાબદારી સંભાળ્યાના 10 વર્ષમાં વિવિધ કૌશલ્યોને ધ્યાનમાં રાખી બાળકો સમજ સાથે જ્ઞાન મેળવે તે હેતુથી એસ.એમ.સી.ના સહકારથી હાજરી સુધારણા કાર્યક્રમ , જિલ્લા કક્ષાએ 6 થી વધુ ઇનોવેશન , ઇ મેગેઝીન "ધબકાર" , વર્ષમાં બે વાર વેકેશન વર્કશોપ , મને પણ કહેવા દો.. ધ્વારા બાળકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ , ધો. 1 માં બાળકોને આવકારવા આગમન કાર્યક્રમ , વિવિધ વિષયો પર આચમન પોડ કાસ્ટિંગ કાર્ય...