મારા અનુભવની શાળા - ૨૦૨૬
મારા અનુભવની શાળા - ૨૦૨૬ એકતાનગર પ્રાથમિક શાળા (નાપા) માં મુખ્યશિક્ષક તરીકે જોડાયાને આજે ૧૪ વર્ષ પૂર્ણ કર્યા છે. HTAT પરીક્ષા પાસ કરી નાપા કુમાર શાળા - સી.આર.સી.સી. , નાપા વાંટા - જલાલકુઈ પ્રા.શાળામાંથી એકતાનગર શાળામાં મુખ્યશિક્ષક તરીકે જોડાયા પછી પ્રભુએ એવા તો સંજોગો મેળવ્યા કે , કેટલાય ચઢાવ - ઉતારમાંથી પસાર થવાનું બન્યું. શાળામાં મુખ્યશિક્ષક તરીકે જોડાયો ત્યારે શાળા 30 ની હતી ને હું 40 નો. શાળા સ્થાપક ઈશ્વરભાઈ ઠાકોર અને નવનીતલાલ પંડ્યાના રાહે ચાલવાથી લઈને , શાળા પરિવારે દરેક કાર્યોમાં સહકાર આપ્યો ને પ્રભુએ અવિરત કાર્ય કરવાનું બળ પૂરું પાડ્યું. પ્રભુપ્રેમના સ્પંદનો થકી સૌના સંકલનમાં , શાળામાં અવિરત કાર્ય કરતાં રહેવાથી શાળાના નામનો પર્યાય બન્યાનો અને શાળા જ અમારો ' ધબકાર ' બન્યાનો અઢળક આનંદ છે. શાળામાં બાળકોની સંખ્યામાં ઉતરોત્તર વધારો , ખાનગી શાળામાંથી બાળકોનું આગમન , એસ.એમ.સી અને ગ્રામજનોનો પૂર્ણ સહકાર , વેકેશન વર્કશોપ , ' ધબકાર ' ઈ મેગેઝિન જેવા અનોખા આયામો થકી કંઈક વિશેષ કર્યાનો રાજીપો સદાય...