મસ્તક બદલાવે તે પુસ્તક...2024

  વિશ્વ પુસ્તક દિવસ - પુસ્તકો, બાળકો અને દુનિયા  

23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો પણ જન્મ તથા મરણદિન છે. આથી યુનેસ્કો દ્વારા 1925 થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું. શેક્સપિયરના સાહિત્યક્ષેત્રે આપેલા યોગદાનને જોતાં ભારત સરકારે પણ 2001 માં આ દિવસને “વિશ્વ પુસ્તક દિવસ”ની માન્યતા આપી હતી. આવનાર નવી પેઢીને પુસ્તકોના વાંચનમાં રસ પડે પડે અને જાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતના મોટાભાગના પુસ્તકાલયોમાં વાંચન રુચિ કેળવાય તે હેતુથી કાર્યક્રમો યોજવામાં આવે છે. યુનેસ્કો દ્વારા પણ રીડિંગપબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

કાકાસાહેબ કાલેલકર એવું કહેતા કેપુસ્તકો એટ્લે “વ્યક્તિના વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ છે.” એકસારું પુસ્તક માણસની જિંદગી બદલી શકે છે એટલું જ નહિઉત્કૃષ્ટ સમાજનું ઘડતર પણ કરી શકે છે. પુસ્તકોમાં  મહાન વ્યક્તિ અને મહાન રાષ્ટ્રનું ઘડતર કરવાની તાકાત રહેલી છે. આપણી સંસ્કૃતિના પાયા સ્વરૂપ મહાભારત અને રામાયણના વિચારો થકી જ દેશનું ઘડતર થઈ રહ્યું છે. સ્વામી વિવેકાનંદે હજારો પુસ્તકો વાંચ્યા હતા અને ત્યારબાદ  પુસ્તકોના વિચારોએ લાખો યુવાનોના જીવન બદલાવ્યા છે. પુસ્તકો જ તો આપણામાં આદર્શો જાળવવામાં ઉપયોગી બન્યા છે. મહાન સાહિત્યએ  સંસ્કારી અને મહાન રાષ્ટ્રનિર્માણના સ્વપ્ન જગાવ્યા છે. આજકાલ ટીવી.,કમ્પ્યૂટરઅને ઇન્ટરનેટ જેવા ઉપકરણોનો વપરાશ વધ્યો છે એથી પુસ્તકો વાંચવાની વૃત્તિ ઘટી છે. છતાં પણ પુસ્તકોની અગત્યતા ઓછી નથી થઇ. આજે પુસ્તકોનાં મોટા પ્રમાણમાં પ્રકાશનો થતાં  રહે છે.

કોરોનાકાળ પછી તો આબાલવૃદ્ધ સૌએ મોબાઈલનો ઉપયોગ વધાર્યો છે. વોટ્સએપના યુગમાં જાણ્યે અજાણ્યે છીછરુંસત્યથી વેગળું તો ક્યારેક ઇતિહાસને વિકૃત કરતું સાહિત્ય લાખો લોકો વાંચી રહ્યા છે ત્યારે ધૂમકેતુની ‘પોસ્ટઓફિસ’, દર્શકની ‘ઝેર તો પીધા જાણી જાણી’, પન્નાલાલની ‘માનવીની ભવાઇ’, પેટલીકરની ‘ભવસાગર’ કે પછી ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ જેવા પુસ્તકો પુસ્તકાલયોના કબાટમાંથી બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે “વિશ્વ પુસ્તક દિને” એવા પુસ્તકોને પણ યાદ કરવા પડેજે પુસ્તકોએ ભારતની ઓળખ બદલી છે.  વોર એન્ડ પીસગ્રેટ એક્સપેક્ટેશનધી ઓલ્ડ મેન એન્ડ સીહેમલેટઓથેલો  કે પછી સાઉન્ડ ઓફ મ્યુઝિક જેવા હજારો પુસ્તકોને આજે પણ યાદ કરવા પડે. પોલ બ્રન્ટનના ‘ઇન સર્ચ ઓફ સિક્રેટ ઇન્ડિયા’ અને સ્વામી યોગાનંદના ‘ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગી’ જેવા પુસ્તકો જીવન બદલાવી શકે તેટલી તાકાત ધરાવે છે. એટ્લે જ ‘મસ્તક બદલાવે તે પુસ્તક’ એ વિચારને યાદ રાખી દરરોજ આપણને ગમતાં કોઈપણ પુસ્તકનાં 5 પેજ વાંચીને જ સૂવાની ટેવ પાડીએ. ‘લીડર’ બનવા પણ ‘રીડર’ તો બનવું જ પડશે.

જીવનયાત્રાનો ભોમિયો એવા પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. કમ્પ્યુટરના ઝડપી યુગમાં કેટલાય પુસ્તકો આજે ઓનલાઇન ઉપલબ્ધ છેશૈક્ષણિક તેમજ મેનેજમેન્ટને લગતા અને પોઝિટિવ થિંકિંગના પુસ્તકો થકી આપણું પણ નસીબ ખૂલ્યું છે, પણ અંગ્રેજી માધ્યમના શિક્ષણના વધેલા વ્યાપ વધતાં ગુજરાતી સાહિત્ય તો અત્યારે મરણપથારીએ હોય તેવી સ્થિતિ છે તેમ કહીએ તો ખોટું નથીઆપણે ગુજરાતીઓએ હવે શોભા ડેચેતન ભગતખુશવંતસિંહકિરણ દેસાઇઆરકેનારાયણનસુધા મુર્તિ તથા ડોઅબ્દુલ કલામના અંગ્રેજી પુસ્તકો રસપૂર્વક વાંચવાની ટેવ પાડવી પડશે. જિંદગી માણવા માટે પણ પુસ્તકો સાથે દોસ્તી કરીએ. 

આજના દિને સંકલ્પ લઈએ કેઆવનાર પેઢીને ઉત્તમ વિચારધારા પૂરી પાડવા ભારત અને વિશ્વના મહાન સર્જકો ધ્વારા લખાયેલ પુસ્તકો વાંચીએ-વંચાવીએ અને વાગોળીએ.


 

Comments

Popular posts from this blog

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ