'સરદારની અસરદાર એકતા'
'સરદારની અસરદાર એકતા' સમગ્ર ભારતવર્ષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણે એમના કરેલા લોખંડ જેવા મજબૂત અને અસરદાર કાર્યો તથા વિચારોને યાદ કરવા જ પડે. ભારતના છુટાછવાયા રજવાડાને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ 31 મી ઓક્ટોબરને ‘ રાષ્ટ્રીય એકતા દિવસ ’ તરીકે મનાવવામાં આવે છે. 1600 થી વધુ ભાષાઓમાં વાર્તાલાપ કરતો ભારત દેશ હિન્દૂ , મુસ્લિમ , શીખ , ઈસાઈ , જૈન અને પારસી સમુદાય વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ , પોશાકો અને રીત રિવાજોમાં પણ આજે એક થઈને જીવી રહ્યો છે તેના પાયામાં સરદાર પટેલનો મોટો ફાળો રહેલો છે . 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદમાં જન્મેલ સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદના વતની હતા. પિતા ઝવેરભાઇ તથા માતા લાડબાના સંસ્કારો લઈને ઉછર્યા હતા. પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું , પેટલાદની શાળામાં અંગ્રેજી પાંચમું ધોરણ પાસ કરી નડિયાદની સરક...