Posts

Showing posts from September, 2016

સુભગ સમન્વય ગણોના પતિ અને રાષ્ટ્રપતિનો... 5 મી સપ્ટેમ્બર

Image
સુભગ સમન્વય ગણોના પતિ ગણપતિ અને રાષ્ટ્રપતિ  ડૉ. રાધાકૃષ્ણન નો :    કિસ્સો કેવો સરસ મજાનો છે, બંને તરફ પલ્લું નમ્યાનો છે.  એકને  ઉપર  ગયાનો અને  બીજાને પોતા  તરફ નમ્યાનો. આજે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન, ગણેશ ચતુર્થી અને પર્યુષણ પર્વના દિવસો. તેથી ઉપરની વાત કદાચ આજે સાચી પડતી લાગે છે. આજના પવિત્ર દિવસે ત્રણ ત્રણ પ્રસંગોનું મિલન થાય તે સુભગ જ કહી શકાય. ગયા વર્ષે શિક્ષક દિને ભગવાન કૃષ્ણનો જન્મદિવસ હતો તેમ આજે પણ, ગણેશ ચતુર્થીનો ભવ્ય ઉત્સવ છે.  Happy Ganesh Chaturthi  નાની નાની આંખોમાંથી દૂરનું જોવાથી ટેવાયેલા ગણેશને ખાલી નમસ્કાર કરવાથી ન ચાલે. તેમની પાસેથી પણ કંઈક શીખવા જેવું ખરું! વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે દૂરંદેશી એક શિક્ષક જ વિચારી શકે. શિક્ષકથી લઇ રાષ્ટ્રપતિની સફર સુધી પહોંચનાર ડૉ. રાધાકૃષ્ણને શિક્ષકોને જે સન્માન આપ્યું છે તે સમગ્ર શિક્ષણ જગત માટે આનંદની વાત છે. પાયામાં કામ કરતા રહેલા શિક્ષક જ યાદ રહેતા હોય છે. શિક્ષકે તૈયાર કરેલા નહિ, પણ બાળકની કાર્યકુશળતા પ્રમાણે યોગ્ય...