સુભગ સમન્વય ગણોના પતિ અને રાષ્ટ્રપતિનો... 5 મી સપ્ટેમ્બર

સુભગ સમન્વય ગણોના પતિ ગણપતિ અને રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનનો : 

 કિસ્સો કેવો સરસ મજાનો છે, બંને તરફ પલ્લું નમ્યાનો છે. 
એકને  ઉપર  ગયાનો અને  બીજાને પોતા  તરફ નમ્યાનો.


આજે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન, ગણેશ ચતુર્થી અને પર્યુષણ પર્વના દિવસો. તેથી ઉપરની વાત કદાચ આજે સાચી પડતી લાગે છે. આજના પવિત્ર દિવસે ત્રણ ત્રણ પ્રસંગોનું મિલન થાય તે સુભગ જ કહી શકાય. ગયા વર્ષે શિક્ષક દિને ભગવાન કૃષ્ણનો જન્મદિવસ હતો તેમ આજે પણ, ગણેશ ચતુર્થીનો ભવ્ય ઉત્સવ છે. 


Happy Ganesh Chaturthi 

નાની નાની આંખોમાંથી દૂરનું જોવાથી ટેવાયેલા ગણેશને ખાલી નમસ્કાર કરવાથી ન ચાલે. તેમની પાસેથી પણ કંઈક શીખવા જેવું ખરું! વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે દૂરંદેશી એક શિક્ષક જ વિચારી શકે. શિક્ષકથી લઇ રાષ્ટ્રપતિની સફર સુધી પહોંચનાર ડૉ. રાધાકૃષ્ણને શિક્ષકોને જે સન્માન આપ્યું છે તે સમગ્ર શિક્ષણ જગત માટે આનંદની વાત છે. પાયામાં કામ કરતા રહેલા શિક્ષક જ યાદ રહેતા હોય છે. શિક્ષકે તૈયાર કરેલા નહિ, પણ બાળકની કાર્યકુશળતા પ્રમાણે યોગ્ય વળાંક આપનાર શિક્ષક જયારે ઉચ્ચ હોદ્દા પર જુએ ત્યારે તેને ઉપર જણાવ્યું તેમ પોતાના તરફ પલ્લું નમ્યાનો નહિ, વિદ્યાર્થીના પલ્લુને ઉપર ગયાનો અનેરો આનંદ મળતો જ હોય છે.  
Happy Teacher's  Day

"Better than a thousand days of diligent - study is 
one day with a great teacher " - Japanese proverb 

બાલ દેવો ભવ: ની વિચારસરણીમાં જીવતા આપણે સૌએ સમાજને મિચ્છામિ દુકડડમ કહેવાની જરુર છે. જે સમાજે આપણા માટે બધું ખર્ચી શિક્ષક બનાવ્યા છે ત્યારે, આપણી પણ ફરજ બને છે કે, સાચા અર્થમાં શિક્ષકત્વને શ્રેષ્ઠત્વ તરફ લઇ જઈએ. ગુણોના ભંડાર ગણપતિને નમસ્કાર કરી, આપણને સતત શિક્ષક હોવાનું ગર્વ અપાવનાર ચક્મકતા બાળકોને પણ યાદ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરીએ.


Michhami  Dukkdam .....

' When you finally LET GO of the past Somthing 
better Comes Along '

ચાલો વાંચતા અને વિચારતા રહીએ ....




Comments

  1. बोल के लफ़्ज तेरे आजाद है- a wonderful dialogue from movie Madari desgniates true duty to a teacher. A teacher's job is to free the chained society. And we have been doing well with a motto we shall overcome one-day.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ