Posts

Showing posts from June, 2020

World Environment Day વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ - 2020

Image
World Environment Day -  2020   વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ આજથી ૪૮ વર્ષ પહેલાં વર્ષ ૧૯૭૨થી સયુંકત રાષ્ટ્રસંઘ દ્વારા ૫મી જૂનને  'વિશ્વ પર્યાવરણ દિવસ'  તરીકે ઉજવવાનું નક્કી કરાયું. પૃથ્વીના વાતાવરણને સ્વચ્છ, પ્રદૂષણમુક્ત બનાવવા તથા સંરક્ષણના હેતુથી દર વર્ષે વિશ્વમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવે છે.  તથા ઢગલાબંધ ( હજારો એવું લખીને તો યોગ્ય ન લાગે...) વૃક્ષો રોપવામાં આવે છે.   પણ માત્ર ઉજવણી કરી લેવાથી પૂરું થઈ જતું નથી. દર વર્ષે રોપવામાં આવતા વૃક્ષોની આંકડાકીય માયાજાળમાં સંતોષ માનનારા આપણે સંવર્ધનમાં ધ્યાન આપીએ તે હવેના સમયની તાતી જરૂરિયાત છે. બાળકોમાં આ વિચારને દ્રઢ કરી ઘર, શાળા, સમાજ, દેશ અને વિશ્વ લીલોછમ બને તે માટે કરિબદ્ધ થઈ આગળ વધવાનો સમય ચાલી રહ્યો છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં માનવજાતની નહિવત અવરજવરને લીધે હવા, જળ, પૃથ્વી બધું જ પ્રદૂષિત થતું અટક્યું છે. કોઈ મહામારી વગર પણ શું આપને આવું ન કરી શકીએ ?  વિચાર કરજો મિત્રો...!?! દરેક વ્યક્તિ નક્કી કરે અને તેનું પાલન કરે તો કદાચ આ શક્ય લાગે છ...