World Environment Day વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ - 2020

World Environment Day - 2020 

વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ


આજથી ૪૮ વર્ષ પહેલાં વર્ષ ૧૯૭૨થી સયુંકત રાષ્ટ્રસંઘ દ્વારા ૫મી જૂનને 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરાયું. પૃથ્વીના વાતાવરણને સ્વચ્છ, પ્રદૂષણમુક્ત બનાવવા તથા સંરક્ષણના હેતુથી દર વર્ષે વિશ્વમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. તથા ઢગલાબંધ ( હજારો એવું લખીને તો યોગ્ય ન લાગે...) વૃક્ષો રોપવામાં આવે છે. પણ માત્ર ઉજવણી કરી લેવાથી પૂરું થઈ જતું નથી. દર વર્ષે રોપવામાં આવતા વૃક્ષોની આંકડાકીય માયાજાળમાં સંતોષ માનનારા આપણે સંવર્ધનમાં ધ્યાન આપીએ તે હવેના સમયની તાતી જરૂરિયાત છે. બાળકોમાં આ વિચારને દ્રઢ કરી ઘર, શાળા, સમાજ, દેશ અને વિશ્વ લીલોછમ બને તે માટે કરિબદ્ધ થઈ આગળ વધવાનો સમય ચાલી રહ્યો છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં માનવજાતની નહિવત અવરજવરને લીધે હવા, જળ, પૃથ્વી બધું જ પ્રદૂષિત થતું અટક્યું છે. કોઈ મહામારી વગર પણ શું આપને આવું ન કરી શકીએ ? 

વિચાર કરજો મિત્રો...!?! દરેક વ્યક્તિ નક્કી કરે અને તેનું પાલન કરે તો કદાચ આ શક્ય લાગે છે.

ચાલો, સૌ સંકલ્પ લઇએ કે,  

૧. બિન પરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ વધારીએ.
૨. વૃક્ષ વાવી -ઉછેરીને તેના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ બનીએ.
૩. હવા, જમીન, અવાજ અને પાણીનું પ્રદૂષણ અટકાવીએ.
૪. સૌ પર્યાવરણ સંદર્ભે સંવેદનશીલ બનીએ. 
૫. ભાવી પેઢીને સ્વચ્છ - પ્રાકૃતિક વારસાનું નિર્માણ કરી ભેટ આપીએ.

----------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------


વિશ્વ આજે કોરોનાની મહામારીમાં સપડાયું છે ત્યારે આપના પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખવું એટલું જ આવશ્યક છે ત્યારે બાળકોએ વર્ષ દરમ્યાન પર્યાવરણ અંતર્ગત જે.સી.આઈ. મિલ્ક સીટી આણંદ, લાયન્સ ક્લબ - અમૂલ આણંદ અને એકતાનગર પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીને અનુલક્ષીને વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ ને ખુલ્લો મુકીએ છીએ. 

  
આ અંતર્ગત ચાલુ વર્ષે જે બાળકોએ વૃક્ષ વાવીને તેનું જતન કર્યું છે તેમને જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદ દ્વારા સંસ્થા અને શાળાના લોગો ધરાવતા માસ્ક અને લાયન્સ ક્લબ, અમૂલ આણંદ દ્વારા ‘વૃક્ષ મિત્ર’ પ્રમાણપત્ર આગામી દિવસોમાં આપવામાં આવશે. 

Comments

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ