Posts

Showing posts from September, 2020

TEACHERS DAY SPECIAL 2020

Image
  TEACHERS DAY SPECIAL - 2020 શિક્ષકત્વ   પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને તેમના વાતોને જીવનમાં વણી દર વર્ષે આપણે ઉજવણી કરતા રહેલા છીએ. આમ તો , શિક્ષક માટે લોકજીભે રમતો શબ્દ છે ‘માસ્તર’. માના સ્તર સુધી જઈ બાળકોને શીખવવા - સમજાવવાની જેની પાસે ત્રેવડ છે તે એટલે માસ્તર. ‘શિક્ષક’ના અંગ્રેજી મૂળાક્ષરો   TEACHER  ના શાબ્દિક અર્થ આપણે સૌ જાણીએ જ છીએ. વિદ્યાર્થીઓમાં રહેલા વિચારો અને કાર્યકુશળતા સાથે ભગવાન કૃષ્ણે જેમ અર્જુનને મહાભારતના યુદ્ધમાં   ' ઉત્તિષ્ઠ ' કહી   મન અને શરીરથી ઊભો કર્યો એમ બાળકોને સંસ્કાર સિંચન અને હિંમત આપી જ્ઞાન પૂરું પાડવાનો તથા તેમની ઈચ્છા અને ફરજ સમજાવી તૈયાર કરવાના છે. આપણે સૌ સાચા અર્થના રોલ મોડેલ બનીશું તો શિક્ષકમાંથી વિદ્યાર્થીઓ જાતે પ્રેરણા મેળવી વર્તન વ્યવહારમાં પરિવર્તન લાવી શકશે.   શિક્ષક થવું તે દુર્લભમાં દુર્લભ ઘટના છે પણ એવું ત્યારે જ કહી શકીએ કે, જ્યારે આપણે શિક્ષક તરીકેના વ્યવસાયને ઉત્તમ રીતે નિભાવીએ. આપણે સાચા અર્થના આદર્શ અને આગવી પ્રતિભા ધરાવતા શિક્ષક બન...