વિશ્વ માતૃભાષા દિવસ
વિશ્વ માતૃભાષા દિવસ આજે ગુજરાતી હોવાના ગૌરવ સાથે મા અને માતૃભાષાને વંદન... અંગ્રેજીકરણના નાદમાં જ્યારે આપની ગુજરાતી ભાષા 'મા' ને બદલે 'માસી' થવા જઇ રહી છે તે આપણને કેમેય કરીને પરવડે તેમ નથી. યુગોથી સૌના હ્રદયમાં ધબકતી યશસ્વી અને સંસ્કારી માતૃભાષા થકી મુઠ્ઠી ઊંચેરા માનવી બનીએ. માત્ર ઝુંબેશ ચલાવવાથી નહીં ચાલે, સૌ સાથે મળી, જાગૃત બની ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતતા લાવવી પડશે. "એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!" ઊંચનીચમાં નથી માનતી આપણી માતૃભાષા !! એટલે જ એમાં કેપીટલ કે સ્મોલ લેટર્સ નથી. વિશ્વ માતૃભાષા દિવસ ની શુભેચ્છાઓ નાનકડી કવિતાના વિચારો સાથે વાતને અલ્પવિરામ આપીએ, કારણ કે, આ લાંબી મઝલ હજી કાપવાની છે. " બધી બોલીઓમાં સરળ માતૃભાષા, અને એટલે છે સફળ માતૃભાષા . જગતના ફલક પર ઘણી છે જબાનો, પરંતુ અચળ ને સબળ માતૃભાષા. ગમે તે હવામાં, ગમે ત્યાં ખીલે એ ઊગે પંકમાં એ કમળ માતૃભાષા. દયા, પ્રેમ, મમતા અને લાગણીનાં બધાં દ્વાર ખોલે એ કળ માત...