વિશ્વ માતૃભાષા દિવસ

 વિશ્વ માતૃભાષા દિવસ 

આજે ગુજરાતી હોવાના ગૌરવ સાથે મા અને માતૃભાષાને વંદન...

  

અંગ્રેજીકરણના નાદમાં જ્યારે આપની ગુજરાતી ભાષા 'મા' ને બદલે 'માસી' થવા જઇ રહી છે તે આપણને કેમેય કરીને પરવડે તેમ નથી. 

યુગોથી સૌના હ્રદયમાં ધબકતી યશસ્વી અને સંસ્કારી માતૃભાષા થકી મુઠ્ઠી ઊંચેરા માનવી બનીએ. માત્ર ઝુંબેશ ચલાવવાથી નહીં ચાલે, 

સૌ સાથે મળી, જાગૃત બની ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતતા લાવવી પડશે. 

"એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!"


ઊંચનીચમાં નથી માનતી આપણી માતૃભાષા !!

એટલે જ એમાં કેપીટલ કે સ્મોલ લેટર્સ નથી.

વિશ્વ માતૃભાષા દિવસ ની શુભેચ્છાઓ 

નાનકડી કવિતાના વિચારો સાથે વાતને અલ્પવિરામ આપીએ, 

કારણ કે, આ લાંબી મઝલ હજી કાપવાની છે. 

 

" બધી બોલીઓમાં સરળ માતૃભાષા,

   અને એટલે છે સફળ માતૃભાષા .


  જગતના ફલક પર ઘણી છે જબાનો,

  પરંતુ અચળ ને સબળ માતૃભાષા.


   ગમે તે હવામાં, ગમે ત્યાં ખીલે એ

   ઊગે પંકમાં એ કમળ માતૃભાષા.


  દયા, પ્રેમ, મમતા અને લાગણીનાં

  બધાં દ્વાર ખોલે એ કળ માતૃભાષા.


  ઉછીના  પ્રકાશે ચમક ના  સ્વીકારે

  સ્વયં રોશની , આત્મબળ માતૃભાષા.


  સપાટી  ઉપરની હયાતી  નથી એ

  ઘણું છે ગહન એનું તળ માતૃભાષા.


  ન  ઝાંખી પડે ,  ના  મહત્તા ગુમાવે

  રહે આજીવન એ પ્રબળ માતૃભાષા.


  યુગોથી બધાના હ્રદયમાં વસેલી

  ઊંડા મૂળ સાથે અતળ માતૃભાષા.


  રગોમાં  વહે રોજ પયપાન એનું

  યશસ્વી , સનાતન, અટળ માતૃભાષા.


  નહીં અંત આવે, ઉખડતાં જ રહેશે,

  ખુમારી તણાં તુજ પડળ માતૃભાષા.


  સદાચાર , સંસ્કાર,  સંવેદનાનાં

 મળ્યાં "સૌમ્ય" જ્યાંથી એ ફળ માતૃભાષા. "               

--- (સાભાર : Whatsapp )


આજે ૨૧ ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ" ની હાર્દિક શુભેચ્છાઓ.




Comments

  1. માતૃભાષાની ઉજવણી કરવી એટલે દરેક ભાષાને વંદન કરવું. આપણી માતૃભાષા સૌથી ચઢિયાતી છે તેવું અભિમાન કરવું નહીં. અને એટલે જ જે કવિતા અહીં ટાંકેલ છે તે ખરેખર વખાણવા યોગ્ય છે.

    ReplyDelete


  2. માતૃભાષા દિવસની શુભેચ્છાઓ...
    ...હુ છું ગુજરાતી...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ