Posts

Showing posts from April, 2021

‘વિશ્વ પુસ્તક દિવસ’ - 23 એપ્રિલ 2021

Image
‘ વિશ્વ પુસ્તક દિવસ’ - 23 એપ્રિલ 2021    યુનેસ્કો દ્વારા દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં ઉજવાતો  ‘ વિશ્વ પુસ્તક દિવસ’ એટલે પુસ્તકની આગળ મસ્તક નમાવીને તેને વંદન કરવાનો દિવસ. આ યુગ ‘મસલ’ કે ‘મની પાવર’નો યુગ નથી , ‘ માઈન્ડ પાવર’ નો યુગ છે. એટલે વારસામાં બાળકોને ‘સંપત્તિ’ નહીં આપીએ તો ચાલશે પરંતુ સારાં પુસ્તકો અવશ્ય આપીએ.  “જે ઘરમાં દસ સારા પુસ્તકો ન હોય ત્યાં છોકરી આપવામાં કે લેવામાં જોખમ છે.”  ગુણવંત શાહના આ ઉત્તમ વિચારને સમજી લેવાની જરૂર છે. માણસના સ્વભાવ અને ઘડતરમાં માબાપ જેટલો પ્રભાવ છે તેટલો જ પ્રભાવ પુસ્તકોનો પણ છે. જીવનમાં મહાન કાર્યો કરવા અને આપણી નિષ્ફળતાઓને દૂર કરવા પ્રેરણા આપનાર પુસ્તકો પાસેથી જીવન જીવવાની કળા શીખવાની જરૂર છે.  સારા પુસ્તકો સાથેની મિત્રતા આપણને સારા વ્યક્તિ બનાવે છે. પુસ્તકો આપણા જીવનમાં સકારાત્મક મૂલ્ય લાવે છે. સારા દોસ્ત વગર જીવન જીવવું સરળ નથી એમ સારા પુસ્તકો વગર પણ જીવન અસહય જ ગણાય. એક સારા મિત્રની જેમ સારા વિચારો આપણા મનને સમૃદ્ધ બનાવે છે.  દુર્ગમ જંગલની વચ્ચે આવેલા નાનકડા ગામમાં રહીને કરિયાણાની દુકાનમાં કામ કરીને છાપાન...