"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી."
"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી." આજે એકતાનગર પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષકની જવાબદારી સંભાળીને 9 વર્ષ પૂર્ણ થયા છે. શાળાના મુખ્યશિક્ષક કરતાંય શિક્ષક હોવાનું ગૌરવ વધારે છે. શાળા, બાળકો, ગામ અને વાલીઓના સંપૂર્ણ સહકારથી 9 વર્ષમાં શાળામાં ઘણો બદલાવ થઈ શક્યો છે એનો આનંદ છે. 'પરિવર્તન સંસારનો નિયમ છે' એટ્લે પહેલાં જે પણ હતું તેમાં બદલ ચોક્કસ આવ્યો છે. કશુંક નવું કરવાની ખેવનાને કારણે શાળામાં 10 થી વધુ નવા આયામો સાથે સતત પાંચ વર્ષ સુધી ઇનોવેશનમાં 6 કૃતિઓ રજૂ કરી શાળાના બાળકોને અવકાશ અને આકાશ પૂરું પાડવાનો એક સફળ પ્રયાસ શાળાના શિક્ષકોના સહકાર (મોર પીંછાથી જ રળિયામણો..) થી થઈ શક્યો છે. શાળામાં અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરવાથી કામ કર્યાનો આત્મસંતોષ તો મળે છે પણ એટલેથી અટકી ન જતા રોજ કંઈક નવું વિચારવાનો સિલસિલો હજી ચાલુ જ છે. (પણ હા.. આપણે કંઈક નવું કરીએ એ બીજાને ન ગમે એવુંય બની શકે..?!?) આજના લખાણનું Heading વાંચીને થોડું આશ્ચર્ય થયું હશે ? આ જ વાત કરું છું પણ પહેલાં બીજી વાત કરી લઉં. હું અભ્યાસ કરતો હતો ત્યારથી કેટલાક શિક્ષકોને કાર્ય કરતાં જોઈ મને પણ શિક્ષક બનવાની તાલાવેલી હતી...