અસરદાર સરદાર
અસરદાર ' સરદાર' ભારતના છુટાછવાયા રજવાડાને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ 31 મી ઓક્ટોબરને ‘ રાષ્ટ્રીય એકતા દિવસ ’ તરીકે મનાવવામાં આવે છે. 1600 થી વધુ ભાષાઓ બોલતા ભારત દેશમાં હિન્દૂ , મુસ્લિમ , શીખ , ઈસાઈ , જૈન અને પારસી સમુદાય વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ પોશાકો અને રીત રિવાજોમાં પણ આજે એક થઈને જીવી રહ્યો છે તેના પાયામાં સરદાર પટેલનો મોટો ફાળો રહેલો છે . 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદમાં જન્મેલ સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ તાલુકાના કરમસદના વતની હતા. પિતા ઝવેરભાઇ તથા માતા લાલભાઈના સંસ્કારો લઈને ઉછર્યા હતા. 1857 ના સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં જોડાયા. પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું , પેટલાદની શાળામાં અંગ્રેજી પાંચમું ધોરણ પાસ કરી નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું. સ્થાનિક મિત્રો અને વકીલો પાસેથી ઉછીના પુસ્તકો લઈ વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલમાં અલગ જ પ્રકારની ખુમારી , ઉત્સાહ અને આનંદ હતો. સૌપ્રથમ ગોધરામાં વકીલાત શરૂ કરી. વકીલાતના વ્યવસાય બાદ દસ હજાર રૂપિય...