Posts

Showing posts from November, 2021
Image
  ‘મૂ છાળી મા ’ --  બાલવાર્તા દિન   બાળ કેળવણીના ભીષ્મપિતામહ એવા  ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ( 15 નવેમ્બર)ને ' બાલવાર્તા દિન ' તરીકે ઉજવવાનું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયું તેની ખૂબ જ ખુશી છે. કારણકે,  સાહિત્યમાં અને વિશેષ કરીને બાળ સાહિત્યક્ષેત્રે  ગિજુભાઈ નું અમૂલ્ય યોગદાન છે.  શિક્ષણમાં મોન્ટેસરી પદ્ધતિના તેઓ હિમાયતી હતા.  બાળકોના જીવન વિકાસ માટે શિક્ષણ પદ્ધતિને એક ન વા આયામ તરીકે પસંદ કરી , કેળવણીમાં ન વા આદર્શ સાથે શિક્ષણ અને સમાજને પ્રકાશિત કર નાર ‘મૂ છાળી મા ’ તરીકે પ્રસિદ્ધ એવા ગિજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 1885 ના રોજ અમરેલી જિલ્લાના ચિત્તલમાં થયો હતો. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે , શિક્ષક જ બાળકોનો માર્ગદર્શક બની શકે છે. શિક્ષણ જગતને દિ વાસ્વપ્ન , બાલસાહિત્ય વાટિકા , મા બાપ થવું આકરું છે તથા વાર્તાનું શાસ્ત્ર જેવા પુસ્તકો આપી બાલ મંદિરના શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો. મેડમ મોન્ટેસરીના દર્શનથી પ્રભાવિત ગિજુભાઈએ ઇન્દ્રિયોની કેળવણી ઉપર જ ભાર આપી બાળકો વાર્તા , ગીત , રમત , સુશોભન , ચિત્રકામ અને નાટકો જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ...