કન્યાશિક્ષણના હિમાયતી ને ‘ભારતની કોકિલા ’ સરોજિની નાયડુ : બહુમુખી પ્રતિભા ધરાવતા જન્મજાત કવિયિત્રી સરોજિની નાયડુ એક અડગ દેશભક્ત કુશળ રાજનીતિજ્ઞ અને સંમોહક વક્તા હતા . પ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર સરોજિની નાયડુ પોતાના જીવન કર્તવ્યોનોને સમર્પિત હતા . હૈદરાબાદના નિઝામ કોલેજના સંસ્થાપક અઘોરનાથ ચટોપાધ્યાયને ત્યાં સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1969 ના રોજ થયો હતો . પિતા અઘોરનાથ ચટોપાધ્યાય વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા જ્યારે માતા વરદા સુંદર કવિતાઓ લખતા હતા . જેઓ બંગાળી ભાષામાં પણ કવિતાઓ લખતા હતા . પિતાની ઈચ્છા પુત્રીને ગણિતજ્ઞ બનાવવાની હતી , પરંતુ સરોજિનીને ગણિતને બદલે કવિતામાં વધુ રસ હતો . તેમણે માત્ર 12 વર્ષની વયે ‘ દિલની રાણી ’ નામનું કાવ્ય લખ્યું હતું . 12 વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા ત્યારપછી લંડનની કિંગ્સ કોલેજ અને કેમ્બ્રિજ ની રીટર્ન કોલેજમાં પણ અભ્યાસ કર્યો . 16 વર્ષની વયે તેઓ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ ગયા . તેમની કવિતા તેમણે પશ...
Posts
Showing posts from February, 2022