કન્યાશિક્ષણના હિમાયતી ને ‘ભારતની કોકિલા સરોજિની નાયડુ :

બહુમુખી પ્રતિભા ધરાવતા જન્મજાત કવિયિત્રી સરોજિની નાયડુ એક અડગ દેશભક્ત કુશળ રાજનીતિજ્ઞ અને સંમોહક વક્તા હતા. પ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર સરોજિની નાયડુ પોતાના જીવન કર્તવ્યોનોને સમર્પિત હતા. હૈદરાબાદના નિઝામ કોલેજના સંસ્થાપક અઘોરનાથ ચટોપાધ્યાયને ત્યાં સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1969ના રોજ થયો હતોપિતા અઘોરનાથ ચટોપાધ્યાય વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા જ્યારે માતા વરદા સુંદર કવિતાઓ લખતા હતાજેઓ બંગાળી ભાષામાં પણ કવિતાઓ લખતા હતાપિતાની ઈચ્છા પુત્રીને ગણિતજ્ઞ બનાવવાની હતી, પરંતુ સરોજિનીને ગણિતને બદલે કવિતામાં વધુ રસ હતો. તેમણે માત્ર 12 વર્ષની વયે દિલની રાણી નામનું કાવ્ય લખ્યું હતું. 12 વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા ત્યારપછી લંડનની કિંગ્સ કોલેજ અને કેમ્બ્રિજ ની રીટર્ન કોલેજમાં પણ અભ્યાસ કર્યો.

16 વર્ષની વયે તેઓ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ ગયા. તેમની કવિતા તેમણે પશ્ચિમી સભ્યતા અને પૂર્વના આત્મદર્શનનો સમન્વય સાધી ‘The Bird of time’ અને 'Brocken Wing' જેવા પ્રશંસનીય કાવ્યસંગ્રહો આપ્યાહૈદરાબાદ રાજ્યના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોં. ગોવિંદ રાજુલુ સાથે 19 વર્ષની વયે આંતરજ્ઞાતિય લગ્ન કરી સમાજનો ખોફ વહોરી લીધોતેમનો રૂઢિચુસ્ત સમાજ ખળભળી ઉઠ્યો. અંધશ્રદ્ધા, આડંબર અને રિવાજો સમાજની સંકુચિત માનસિકતાનો પણ એમને તાદર્શ અનુભવ થયોતેઓની 1942માં ધરપકડ થતાં 21 માસ જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો.

શ્રમનું ગૌરવમહિલાઓની મુશ્કેલીઓની મુક્તિરાષ્ટ્રવાદ અને ભારતના ગામડાં અને શહેરોમાં પૂર્વ કલ્યાણ જેવા વિષય ઉપર તેઓએ પ્રવચન પણ આપ્યા હતાહૈદરાબાદમાં 1908 માં પૂર આવ્યું ત્યારે સરોજિની નાયડુએ રાહતકાર્યોનું આયોજન કર્યું હતું તે બદલ બ્રિટિશ સરકારે તેમની 'કેસરે હિન્દખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતાબ્રિટન સરકારના ભારતીયો પ્રત્યેના અન્યાય અને કઠોર વલણને લીધે તેમણે ખિતાબ અને સુવર્ણચંદ્રક 1972માં પરત કર્યો હતોભારત સરકારે તેમના માનમાં 13 ફેબ્રુઆરી 1964ના રોજ 15 પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી

1919માં બ્રિટિશ દ્વારા રોલેટ એકટના જવાબમાં ગાંધીજીએ ચળવળની શરૂઆત કરી હતીસરોજિની નાયડુ પણ તેમાં જોડાય 1919માં તેમને હોમરુલ લીગના ઇંગ્લેન્ડમાં એમ્બેસેડર તરીકે નિમણુક પણ કરવામાં આવી હતી  જે ભારત સરકારના અધ્યક્ષની તરફેણ કરી હતીતેમની સ્વર મીઠાશને કારણે લોકો તેમને હિંદની બુલબુલ તરીકે ઓળખતા હતા.

સઘળા કુરિવાજોના મૂળમાં એમની ભારતીય નારીનું દાસત્વ લાગ્યું. એમણે વિચાર્યું કે, શિક્ષિત સ્ત્રી જ સમગ્ર પરિવારને નવી દિશા આપી શકે. તેમણે કન્યા શિક્ષણ માટે જોરદાર ઝુંબેશ ઉપાડી. ભારતીય નારીને રસોડામાંથી બહાર લાવવા હાકલ કરી. એક સ્ત્રી જાગશે તો આખા કુટુંબને તારશે એવા વિશ્વાસ સાથે તેઓ નારી જાગૃતિ માટે પ્રયત્નશીલ બન્યા અને ભારતીય નારીને તેના અધિકારોની સમજ આપવા આખા દેશમાં પણ ફરતા રહ્યા. નારી જાગૃતિની આ હિલચાલના વ્યાપક પડઘા પડ્યા. સરોજિનીના કાર્યમાં વિઘ્નો ઉભા કરવામાં આવ્યા પણ સરોજિની નાયડુ તો પૂરા હૃદયથી આ પ્રખર કાર્યમાં ખૂપી ગયા. નારી જાગૃતિના પ્રચંડ કાર્ય સાથે તેમની કવિતા પણ જરા પણ ઝંખવાઈ નહોતી

કવિવર ટાગોરે કહ્યું હતું કે, “મને એમની કવિતાઓની ગેયતા અને સૌજન્ય જોઈને ઈર્ષા થાય છે. તેમના રાષ્ટ્રીય જીવનની શરૂઆત ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી કરી હતીઆમ, સરોજિની નાયડુ એક અડગ મનોબળ લઈને સ્વતંત્ર સંગ્રામમાં કૂદી પડ્યાઆઝાદી પછી સરોજિની નાયડુને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે વરણી કરવામાં આવી હતી

આમ, તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા ગવર્નર બન્યાતેઓ ભારોભાર વિનોદવૃત્તિ ધરાવતા હોવા છતાં શાસનના સૂત્રો સંભાળવામાં જરાય કચાશ છોડતા નહિચિરસ્મરણીય કવિતા જીવન જીવનાર સરોજિની નાયડુ 2 માર્ચ 1949 માં રાજ્યપાલ હોદ્દા ઉપર ચાલુ હતા તે દરમિયાન આપણી વચ્ચેથી વિદાય લીધી.

Comments

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ