“વિશ્વ પુસ્તક દિવસ” - 2022
“વિશ્વ પુસ્તક દિવસ ” 23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિવસ ” તરીકે ઉજ વ વા માં આવે છે. આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો પણ જન્મ તથા મરણદિન પણ છે. આથી યુનેસ્કો દ્વારા 1925 થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર વામાં આવ્યું. શેક્સપિયરના સાહિત્યક્ષેત્રે આપેલા યોગદાનને જો તાં ભારત સરકારે પણ 2001 માં આ દિવસને “વિશ્વ પુસ્તક દિવસ”ની માન્યતા આપી હતી. આવનાર નવી પેઢીને પુસ્તકોના વાંચનમાં રસ પડે પડે અને જાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતના મોટાભાગના પુસ્તકાલયોમાં વાંચન રુચિ કેળવાય તે હેતુથી કાર્યક્રમો યોજવામાં આવે છે. યુનેસ્કો દ્વારા પણ રીડિંગ , પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચાર હેતુ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાકાસાહેબ કાલેલકર એવું કહેતા કે , “પુસ્તકો એટ્લે વ્યક્તિના વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ છે.” એક સારું પુસ્તક માણસની જિંદગી બદલી શકે છે એટલું જ નહિ , ઉત્કૃષ્ટ સમાજનું ઘડતર પણ કરી શકે છે . પુસ્તકો માં જ મહાન વ્યક્તિ અને મહાન રાષ્ટ્ર નું ઘડતર કરવાની તાકાત રહેલી છે. આપણી સંસ્કૃતિ...