"વિશ્વનું એકમાત્ર એટ્લે માં..."
"વિશ્વનું એકમાત્ર એટ્લે માં..." વિશ્વનો સૌથી નાનો શબ્દ અને સૌથી લાંબી લાગણીનું નામ એટલે માં. એક નાનું બાળક કહે કે , “મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી ‘ માં ’ જેવા જ હશે.” મિત્રો , આજે આપણે ‘ માં ’ ધ્વારા થતા વ્યક્તિના ઉછેર અને ઘડતરની વાત કરવી છે. વેદમંત્રોમાં માતા-પિતા , ગુરૂ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે. શાસ્ત્રો એવું કહે કે , કોઈપણ પૂજા પછી માતા-પિતાને નમસ્કાર કરતી વખતે સૌથી પહેલાં નમસ્કાર માને કરવાના હોય છે. વાત્સલ્યની મૂર્તિ એટલે માં. આ સંસારમાં કોઈપણ સંબંધોમાં અતૂટ બંધન માં સાથેનું છે. કષ્ટ વેઠી , નવ માસ પોતાના ઉદરમાં રાખતી જન્મદાત્રી માં પોતે ભીનામાં સૂઈ બાળકને સૂકામાં સુવડાવે છે. બાળકના જીવનના દરેક સમયે ધ્યાન રાખવાનું અને તેની સેવા કરવાનું મા ક્યારેય ચૂક્તી નથી. બાળક મોટું ને સમજણું થાય તો પણ પોતાનાથી અલગ કરતાં તેનો જીવ સહેજ પણ ચાલતો નથી. માં બગીચે ફરવા જાય , મંદિરે દર્શન કરવા જાય , પિયરમાં જાય કે બજારમાં ખરીદી કરવા જાય , હંમેશા પોતાના બાળકને સાથે લઇને ચાલે છે . કુટુંબમાં માતાનું અગ્ર સ્થાન છે તેમ બાળઉછેરમાં પણ માતાનું સ્થ...