લગ્નો અને આડેધડ ખર્ચા
લગ્નો અને આડેધડ ખર્ચા (આ ચિત્ર પ્રતિકાત્મક છે) થોડા દિવસ પહેલાં લગ્નમાં અમદાવાદ જવાનું થયું. એક હોટલના બેંકવેટ હોલમાં લગ્ન હોઈ વધામણાં થઈ રહ્યા હતાં. ઢોલીડાના તાલે નોટો ઊછળતી હતી. ક્યાંક પગ નીચે કચડાતી પણ જોવા મળી, આ જોતાં એમ લાગ્યું કે શું આ યોગ્ય છે ખરું ? લગ્નના માહોલને જોતાં લાગ્યું કે, કેટલા ખોટા ખર્ચ કરી પૈસા વેડફતા રહ્યા છીએ. ખર્ચ ન જ કરવો જોઈએ એવું મારું વલણ નથી, પણ જરૂર હોય ત્યાં ને જરૂર હોય એટલો જ ખર્ચ કરવામાં આવે તો એકેય પક્ષને વાંધો હોતો નથી.પણ આ બધામાં આપણને એ ચિંતા છે કે, બીજા લોકો શું કહેશે? આ જ ચિંતામાં આપણે આગળ વધતા રહીએ છીએ ને જરૂર કરતાં વધુ ખર્ચ કરતા રહીએ છીએ. બીજાઓને સારું લગાડવામાં આપણે મનથી કેટલા નબળા થઈ જઈએ છીએ તે તો કોઈ દિવસ વિચારતા જ નથી.!! ખેર, જવા દો એ વાત.. પણ એ વાત નક્કી કરવી જ પડે કે, ખર્ચ પર કાબૂ રાખીએ. એક વિચાર એ પણ આવ્યો કે, એક લગ્નને લીધે કેટલા લોકોને રોજીરોટી મળે છે. આ વખતે મને જે યાદ આવ્યું ને જોવા મળ્યું એ લખ્યું છે. તમને યાદ આવે તો ઉમેરી લેજો. ૧.ભોજન (કેટરર્સ) ૨.મંડપ (ડેકોરેશન) ૩.ફોટોગ્રાફી ૪.બસ,ગાડી ૫.ફૂલમાળી ૬. બેન્ડ...