લગ્નો અને આડેધડ ખર્ચા
લગ્નો અને આડેધડ ખર્ચા
(આ ચિત્ર પ્રતિકાત્મક છે)
થોડા દિવસ પહેલાં લગ્નમાં અમદાવાદ જવાનું થયું. એક હોટલના બેંકવેટ હોલમાં લગ્ન હોઈ વધામણાં થઈ રહ્યા હતાં. ઢોલીડાના તાલે નોટો ઊછળતી હતી. ક્યાંક પગ નીચે કચડાતી પણ જોવા મળી, આ જોતાં એમ લાગ્યું કે શું આ યોગ્ય છે ખરું ?
લગ્નના માહોલને જોતાં લાગ્યું કે, કેટલા ખોટા ખર્ચ કરી પૈસા વેડફતા રહ્યા છીએ. ખર્ચ ન જ કરવો જોઈએ એવું મારું વલણ નથી, પણ જરૂર હોય ત્યાં ને જરૂર હોય એટલો જ ખર્ચ કરવામાં આવે તો એકેય પક્ષને વાંધો હોતો નથી.પણ આ બધામાં આપણને એ ચિંતા છે કે, બીજા લોકો શું કહેશે? આ જ ચિંતામાં આપણે આગળ વધતા રહીએ છીએ ને જરૂર કરતાં વધુ ખર્ચ કરતા રહીએ છીએ. બીજાઓને સારું લગાડવામાં આપણે મનથી કેટલા નબળા થઈ જઈએ છીએ તે તો કોઈ દિવસ વિચારતા જ નથી.!!
ખેર, જવા દો એ વાત.. પણ એ વાત નક્કી કરવી જ પડે કે, ખર્ચ પર કાબૂ રાખીએ.
એક વિચાર એ પણ આવ્યો કે, એક લગ્નને લીધે કેટલા લોકોને રોજીરોટી મળે છે. આ વખતે મને જે યાદ આવ્યું ને જોવા મળ્યું એ લખ્યું છે. તમને યાદ આવે તો ઉમેરી લેજો.
૧.ભોજન (કેટરર્સ)
૨.મંડપ (ડેકોરેશન)
૩.ફોટોગ્રાફી
૪.બસ,ગાડી
૫.ફૂલમાળી
૬. બેન્ડ,ડી.જે., ઢોલ - નગારાં
૭.પાણીના જગ અને બોટલ
૮.સાફાવાળા
૯.લગ્નસ્થળ (વાડી કે હોલ)
૧૦.આઈસ્ક્રીમવાળા
૧૧.પાણીપુરીવાળા
૧૨.પડિયા - પતરાળાં કે ડિશવાળા
૧૩.સફાઈકામ માટે મજૂર
૧૪.ઘોડાવાળા
૧૫.બત્તીવાળા
૧૬.પાન-માવાની દુકાનવાળા
૧૭.લાઈટવાળા (GEB)
૧૮.ફર્નિચરવાળા
૧૯.વાસણવાળા
૨૦.ફુગ્ગા ને રમકડાં વેચનાર
૨૧.બૂટ - ચંપલવાળા
૨૨.ફટાકડાવાળા
૨૩.દરજી - કપડાં સીવનાર
૨૪.ક્ટારી - તલવારવાળા
વિચાર કરી અમલ કરવા જેવો વિચાર છે. ઘણાં બધાં દેખા દેખીમાં ખર્ચ કરતાં હોય છે. પણ મોટા ભાગે લગ્ન કરનાર જોડું અને તેમના બંને કુટુંબ પોતાના અરમાન પૂરા કરવા માટે આ બધો જ ખર્ચ કરતાં હોય છે. કેમ કે સાહિત્ય અને ફિલ્મો અત્યાર સુધી એક જ વાત પર ભાર મુકે છે કે લગ્ન જીવનમાં ફક્ત એક જ વાર થાય;અલબત્ત, સમય સાથે એ વિચાર પણ બદલાયો છે. સાંપ્રત સમય માટે તમારો વિચાર સચોટ છે.
ReplyDelete