સરવૈયું - '23
સરવૈયું - '23 આ લખું છું ત્યારે સપ્ટેમ્બર માસની 24 તારીખના સૂરજના કિરણોની ઉષ્મા અનુભવી રહ્યો છું. ગઇકાલે તા: 23/09/23 હતી. સુભગ સમન્વય એવો સધાયો કે, આ દિવસે એક જ સમયે બે સ્થળોએથી બાળકોના આશીર્વાદ અને મારા સહકર્મચારીઓના સહકારના ભાગરૂપે મારા શાળાકીય કાર્યોની સુવાસના પરિપાક રૂપે સુરતના The Sadharn Gujrat Chamber of Commerce & Industry ધ્વારા 'શ્રેષ્ઠ ગુરુવર્ય એવોર્ડ' અને વલ્લભ વિદ્યાનગરની Indian Society For Training And Development (ISTD), Anand ધ્વારા 'અનન્ય - યુનિક ટીચર્સ ફેલિસીટેશન' એવોર્ડ પ્રાપ્ત થયો. જે મારી શાળાને અર્પણ કરું છું. આ વાંચશો ત્યારે એમ થશે કે, "એવોર્ડ પ્રાપ્ત થાય એનો ઢોલ જાતે જ પીટવાનો ના હોય" પરંતુ સાચી સ્થિતિ એ છે કે, આપણી શાળાના બાળકો માટે જે કામ કરતા રહેલા છીએ તેમાં આપણે એકલા જ નથી હોતા. આખી ટીમ સાથે હોય તો જ આ બધા સફળ કાર્યો શક્ય છે. મારા 23 વર્ષના નોકરીના સમયગાળામાં આર્ટ એન્ડ કલ્ચર એકેડમી, મહારાષ્ટ્ર, નિવેદિતા ફાઉન્ડેશન - આણંદ, લાયન્સ કલબ, GCERT ગાંધીનગર, DIET આણંદ અને જિલ્લાના શિક્ષણ વિભાગ ધ્વારા અલગ અલગ રી...