મોહકતા ને માંગણીનો સંગમ
મોહકતા ને માંગણી નો સંગમ ઉત્તરાયણ પછી ઉજવાતો સૌથી મોટો ઉત્સવ એટલે વસંતોત્સવ. માઘ માસની શુકલ પક્ષની પંચમીના દિવસે આવતી વસંતપંચમી આમ તો વેદકાલીન ઉત્સવ ગણાય છે. કુદરત પાનખર પછી સોળે કળાએ ખીલી , સૌદર્યની લહાણી કરતો આ કુદરતી ઉત્સવ માનવામાં આવે છે. સૃષ્ટિને વાચા આપવા બ્રહ્માજીના કમંડળમાથી જળ છાંટતા માનવીજીવનમાં શબ્દોની શક્તિનો સંચાર થયો. વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીના પ્રાદુર્ભાવનો આ દિવસ છે. પાનખરને વિદાય આપી વસંતને ઉમળકાભેર આવકારવાનો અને માણવાનો પવિત્ર દિવસ એટ્લે વસંતપંચમી. બુદ્ધિ , વિદ્યા અને જ્ઞાનની દેવી તથા બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ પણ જેને નમન કરે તેવા પરમેશ્વરી ભગવતી માં સરસ્વતીની આરાધના કરવાનો પણ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. ‘ શ્રીમદ ભગવદગીતા ’, ‘ રામાયણ ’ અને ‘ ઋતુસંહાર ’ કાવ્યમાં પણ ઋતુરાજ વસંતનો ઉલ્લેખ કરાયો છે. જીવન જીવવાની સાચી રીત શીખવી વિચાર , વાણી અને વર્તનને પરિશુદ્ધ કરનાર ‘ શિક્ષાપત્રી ’ ગ્રંથનો પ્રાદુર્ભાવ પણ આ દિવસે જ થયો હતો. આ દિવસે કોઈ મુહૂર્ત જોયા વગર જ શુભકાર્યોની શરૂઆત કરવામાં આવે છે. પહેલાંના બ્રાહ્મણો પોતાના બાળ...