Posts

Showing posts from August, 2024

શ્રીકૃષ્ણ જન્મોત્સવ - '24

Image
  શ્રીકૃષ્ણ જન્મોત્સવ :     આજના વરસાદી વાતાવરણમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ આજના દિવસે માનવ અવતાર ધારણ કરી આપણી વચ્ચે આવ્યા એ આપણા જેવા અર્જુનોને માર્ગ દેખાડવા આવ્યા તે સૌ માટે સદભાગ્ય છે. નટખટ કૃષ્ણથી પૂર્ણ પુરુષોતમ સુધીના કોઈપણ સમયગાળાની વાત કરીએ તો પહેલાં પ્રભુ મુખે ગવાયેલી શ્રીમદ ભગ્વદ્ગીતાને યાદ કરવી જ પડે. મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. જે અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે. રણાંગણમાં મોહભંગ થયેલા અર્જુનને અપાયેલો ઉપદેશ એટ્લે શ્રીમદ્ ભગવદ્ગીતા. અદ્ભુત યોગવિદ્યા જાણકાર મહા તપસ્વી વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભગવદ્ગીતા  5000  થી પણ વધુ વર્ષો પહેલાં ગવાયેલી છે અને હાલ  1400 થી વધુ ભાષાઓમાં અનુવાદિત પણ કરવામાં આવેલી છે. શ્રીમદ્ ભગવદ્ગીતા બ્રહ્મજ્ઞાન ,  કર્મ ,  ભક્તિ અને જીવનના સારરૂપ  18  અધ્યાયમાં સમાવિષ્ટ  700  શ્લોકો (અસલમાં ગીતા  745  શ્લોકોની હતી એવું માનવામાં આવે છે. કાળક્રમે એમાંથી  45  શ્લોકો નીકળી ગયા હશે.)માં વણાયેલા અમૃત વચનો આજે સમગ્ર માનવજાતન...