Posts

Showing posts from November, 2024

ગિજુભાઈ અને પુસ્તકાલય

Image
  ગિજુભાઈ અને પુસ્તકાલય         આજે બાળવાર્તા સાહિત્યકાર ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ છે. આપણે સૌ જ્ઞાત છીએ કે , 2021 થી ગિજુભાઈ બધેકાના જન્મદિવસને “બાળવાર્તા દિન” તરીકે ઉજ્વવાનું નક્કી કરાયું છે . ચાલો , આજે સુપ્રસિદ્ધ બાળવાર્તાકારની અવનવી વાતો વિશે જાણવાની સાથે સાથે પુસ્તકાલયની વાત પણ જાણીએ.         બાળવાર્તાઓ બાળકોને અનોખી સફરે લઈ જાય છે , કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે. બાળકોને પાંખ આપવાનું કામ કરે છે વાર્તાઓ. પક્ષીઓ , પ્રાણીઓ , રાજા , રાજકુમારો , પરીઓ અને અન્ય પાત્ર દ્વારા એક ચોક્કસ વિચાર સાથે જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે. આ કામ કર્યું આપણી ‘ મૂછાળી મા ’ ( ગિજુભાઈ બધેકા ) એ. તેઓએ ગુજરાતી ભાષાના માધ્યમથી બાળકોને ભાવવિશ્વનું સરનામું ચીંધ્યું છે. બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર ગિજુભાઈએ સાદી અને સરળ ભાષામાં આનંદપ્રદ , માહિતીપ્રદ અને કલ્પનાના વિશ્વને ઉજાગર કરતા બાળસાહિત્યની એક નવી દિશા ખોલી આપી છે.         200 થી વધુ પુસ્તકો લખનાર ગિજુભાઈ માનતા હતા કે , જો બાળકો સાથે આદરપૂર્વક વર્તન કરવામાં આવે ...