Posts

Showing posts from November, 2025

School Innovation Council - State Level Workshop

Image
  School Innovation Council  State Level Workshop  જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વલસાડ આયોજિત ત્રિ-દિવસીય રાજ્યકક્ષાની સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ - અભિમુખતા કાર્યશાળામાં આણંદ જિલ્લાના પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં યોજાયેલી આ કાર્યશાળામાં ખુશનુમા અને શાંત જગાએ કઈંક નવું જાણવા-માણવા મળ્યું. જે ચર્ચાઓ થઈ એ તો જિલ્લા કક્ષાએ જ કરીશું, પણ જ્યાં રોકાઈને કાર્યશાળામાં સહભાગી બન્યા તે જગાની થોડી વાત કરી લઈએ.    ધરમપુરથી 3 કિમી.ના અંતરે મોહનગઢ ખાતે નયનરમ્ય જગાએ આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ એક અધ્યાત્મ અને પરમ કલ્યાણની દ્યોતક છે. એક આત્મસાક્ષાત્કાર સંત, જૈન ધર્મના સુધારક અને 19મી સદીના ઉત્તરાર્ધના નોંધપાત્ર કવિ, તત્વચિંતક અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રેરણાથી આ આશ્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.  તેમણે વિશ્વને આપેલો એક સમૃદ્ધ વારસો આપ્યો જે સાધકોની પેઢીઓને માર્ગદર્શન આપે છે. લાખો લોકોને આંતરિક શાંતિ અને આનંદથી સશક્ત કરતા, પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ એક પ્રબુદ્ધ ગ...