કૃષ્ણ અને કૃષ્ણનના જન્મદિન ની એકસાથે ઉજવણી 5 Sep.15 Happy Teachers Day & Happy Janmastmi

        

કૃષ્ણ અને કૃષ્ણનના જન્મદિનની એકસાથે ઉજવણી

આજનો  5 મી સપ્ટેમ્બરનો  દિવસ જાણે અનોખો હોય તેવું લાગે છે, કારણકે આજે એક સાથે કૃષ્ણ અને  કૃષ્ણનના જન્મદિનની એકસાથે ઉજવણીનો સુભગ સમન્વય થયો છે. વિચાર કરીએ તો જરૂર સમજાય કે,  ભગવાન કૃષ્ણનો જન્મ દુનિયાને પ્રેમ કરવા અને પ્રેમની ભાષા શીખવવા થયો હતો. સાથે સાથે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પણ શિક્ષક્માં સાચા અર્થમાં પ્રાણ પૂરવા થયો હશે. જેમ ભગવાન કૃષ્ણે સમાજના દરેક વર્ગના અને દરેક વર્ણના લોકોને એકસરખો પ્રેમ કરી પોતાના બનાવ્યા તે રીતે શિક્ષક તરીકેના વ્યવસાયમાંથી રાષ્ટ્રપતિના પદ સુધી પહોચનાર  ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ  શિક્ષણ અને સમાજની અને  ચિંતા અને  ચિંતન કર્યું. આજીવન શિક્ષક રહેનાર રાધાકૃષ્ણને કરેલ કામોને યાદ કરીએ અને આપણી સાથે સતત રહી, પોતાના જીવનનો રાહ શોધતા વહાલા બાળકોને  કૃષ્ણમયી  નિસ્વાર્થ  પ્રેમ કરીએ. આપણામાં રહેલા ચાણક્યએ કહેલા ' શિક્ષક કભી સાધારણ નહિ હોતા...' ના વિચારને સાર્થક કરવા વધુ પ્રયત્નો કરીએ.

આપણા વર્ગમાં કે શાળામાં  જેટલા બાળકો છે તેને આજના દિવસે મળેલા એવોર્ડ સમજી પ્રેમસહિત કાર્ય કરીએ. સમાજ આજે પણ આપણને ગુરુની નજરે જોતો રહેલો છે તેને સાચા અર્થમાં સાબિત કરી બતાવીએ..                   

જય  શ્રીકૃષ્ણ અને જય  શિક્ષણ " બાલ  દેવો ભવ:

અને છેલ્લે... 

A Teacher is someone who inspires you to achieve your goals and helps

 you in reaching your destiny, a teacher is someone who stays

within you throughout as a guiding light.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન  ની 125 મી જન્મજયંતી પ્રસંગે સૌને
શિક્ષક દિન ની શુભેચ્છાઓ
  


Happy Janmastmi

કેવો સુભગ સમન્વય છે કે... કૃષ્ણ અને કૃષ્ણનના
જન્મદિનની એકસાથે ઉજવણી '' કૃષ્ણમ વંદે જગદગુરુમ '' 

Comments

  1. Being teacher is a kind of second birth. Happy birthday to all teachers including you and ofcourse me...!!!

    ReplyDelete
  2. Being teacher is a kind of second birth. Happy birthday to all teachers including you and ofcourse me...!!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ