ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2016
14મી જાન્યુઆરી- 2016
ઉત્તરાયણ - મકરસંક્રાંતિ - લોહરી
...........................................................................................................
દર વર્ષે 14મી જાન્યુઆરીના રોજ ઉજવાતા ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) પર્વમાં તલ સાંકળી ખાતા ખાતા ઉત્સાહ અને ઉમંગના પતંગને ઉડાડી આનંદ વ્યક્ત કરતા આપણા ગુજરાતીઓએ સૂર્યના ઉત્તર દિશા તરફ અયનને યાદ રાખી આગળ વધીએ છીએ. ખુશી અને સમૃદ્ધિનાં પ્રતિક સમા આ પર્વને એટલા જ ઉત્સાહ સાથે આપણે સૌએ ઊજવવો જોઈએ. ઠંડી અને ગરમીની બેવડી ઋતુમાં પવનના સુસવાટા વચ્ચે કાઈપો છે... ની બૂમો સાથે પતંગના પેચ લડાવતા -લડાવતા ઉત્સાહ અને ઉમંગના પતંગ ઉડાડવાનું નહિ ભૂલીએ.
કોઈની પતંગ હું કાપું કે ન કાપું પણ મારી જીવન પતંગનો દોર પ્રભુ તારા હાથમાં છે તેથી ગમે તેવા પવનો- ઝંઝાવાતોમાં પણ ગડથોલું ખાધા વિના સતત ચગતો રહે અને શિક્ષણના વિરાટ આકાશમાં વિહરવાનું ભૂલાય નહિ તે વાત આવતી કાલના ઉજ્જવળ ભવિષ્ય એવા બાળકો સુધી લઇ જઈએ.
Comments
Post a Comment