શાળા વ્યવસ્થાપન સમિતિની તાલીમ : આ શાળા વ્યવસ્થાપન સમિતિની તાલીમ સી.આર.સી. કક્ષાએ સી.આર.સી કો.ઓર્ડીનેટર ધ્વારા આપવામાં આવી હતી. જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ફરજો, કાર્યોની માહિતી, આર.ટી.ઈ., વિકલાંગ બાળકો માટેનું શિક્ષણ અને જરૂરી વાતો જાણવા મળી હતી. સી.આર.સી. કક્ષાએ સી.આર.સી કો.ઓર્ડીનેટર ધ્વારા આપવામાં આવેલી તાલીમનો ફાયદો એ થયો કે, શાળા વ્યવસ્થાપન સમિતિને આ તાલીમમાં સમજી લીધેલા મુદ્દા પર મીટીંગ વખતે વધુ સારી રીતે સમજાવી શકાય છે. જરૂર પડ્યે માહિતીનાં આ મુદ્દાઓ થાકી વધુ યોગ્ય રીતે તેમના હૃદય સુધી પહોચી જરૂરી કામગીરીમાં મદદ લઇ શકાય છે. એસ. એમ.સી ની લોકભાગીદારી : મારી એકતાનગર શાળામાં એસ.એમ.સી.ના સભ્યો ધ્વારા લોકભાગીદારીના ભાગરૂપે બાળકોને સામાન્ય જ્ઞાન પૂરું પાડવા શાળામાંથી દર માસે બહાર પડતા ઈ- મેગેઝીન ' ધબકાર ' ખૂબ જ ઉપયોગી બન્યું છે. જેમાં દર માસે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ઉપરાંત સામાન્ય જ્ઞાનની વાતો મુકવામાં આવે છે. એસ.એમ.સી. સભ્યો, વાલીઓ અથવા બાળકો ધ્વારા જે માહિતી મુકવામાં આવે છે તે ઈ-મેગેઝીનની હાર્ડ કોપી મારફતે બાળકોને વર્ગવાર વાંચવા આપવામાં આવે છે. જે...