શાળા વ્યવસ્થાપન સમિતિની તાલીમ :
આ શાળા વ્યવસ્થાપન સમિતિની તાલીમ સી.આર.સી. કક્ષાએ સી.આર.સી કો.ઓર્ડીનેટર ધ્વારા આપવામાં આવી હતી. જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ફરજો, કાર્યોની માહિતી, આર.ટી.ઈ., વિકલાંગ બાળકો માટેનું શિક્ષણ અને જરૂરી વાતો જાણવા મળી હતી.
સી.આર.સી. કક્ષાએ સી.આર.સી કો.ઓર્ડીનેટર ધ્વારા આપવામાં આવેલી તાલીમનો ફાયદો એ થયો કે, શાળા વ્યવસ્થાપન સમિતિને આ તાલીમમાં સમજી લીધેલા મુદ્દા પર મીટીંગ વખતે વધુ સારી રીતે સમજાવી શકાય છે. જરૂર પડ્યે માહિતીનાં આ મુદ્દાઓ થાકી વધુ યોગ્ય રીતે તેમના હૃદય સુધી પહોચી જરૂરી કામગીરીમાં મદદ લઇ શકાય છે.
એસ. એમ.સી ની લોકભાગીદારી :
મારી એકતાનગર શાળામાં એસ.એમ.સી.ના સભ્યો ધ્વારા લોકભાગીદારીના ભાગરૂપે બાળકોને સામાન્ય જ્ઞાન પૂરું પાડવા શાળામાંથી દર માસે બહાર પડતા ઈ- મેગેઝીન ' ધબકાર ' ખૂબ જ ઉપયોગી બન્યું છે. જેમાં દર માસે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ઉપરાંત સામાન્ય જ્ઞાનની વાતો મુકવામાં આવે છે. એસ.એમ.સી. સભ્યો, વાલીઓ અથવા બાળકો ધ્વારા જે માહિતી મુકવામાં આવે છે તે ઈ-મેગેઝીનની હાર્ડ કોપી મારફતે બાળકોને વર્ગવાર વાંચવા આપવામાં આવે છે. જેનાથી તેમનામાં સામાન્ય જ્ઞાનમાં વધારો કરી શકાય છે.
શાળા સ્વચ્છતા અંગે :
શાળા સ્વચ્છતા માટે અમારી એકતાનગર શાળામાં કોઈ નિયમ નક્કી કરીને સ્વચ્છતા જાળવવામાં આવે છે. દરેક વર્ગોની પોતાની કચરાપેટી છે તેમાં વર્ગના બાળકો કચરો નાખે પણ રીશેષના સમયમાં કોઈ કચરો નાં ફેકે તે માટે શાળામાં બાળકો દ્વારા બનાવેલી કમિટીના સભ્યો જ ધ્યાન રાખે છે. સ્વચ્છતાના અવારનવાર થતા કાર્યક્રમોના કારણે બાળકોમાં અવરનેસ આવી છે. જેથી અમારી શાળા સ્વચ્છ શાળા કહીએ તો ખોટું નહિ.
મૈત્રી શાળા :
અમે અમારી શાળામાંથી બહાર પાડવામાં આવતા ઈ - મેગેઝીન '' ધબકાર '' ના માધ્યમથી પે સેન્ટર નાપાની બીજી શાળાઓના બાળકો થકી તેમને બનાવેલ ચિત્રો અને કવિતાઓ - જોડકણાંને ઈ - મેગેઝીન '' ધબકાર '' માં સ્થાન આપી બાળકો- બાળકો અને શાળા વચ્ચેના સંબંધોમાં મૈત્રી કેળવાય તે માટે નવા સત્રથી પ્રયત્નો કરવાના છીએ.
https://docs.google.com/forms/d/1J-R0LyZdaz5AuN1RKV-dPBOMfsslhx2ChBrs5WLY44c/વિએવ્ફોર્મ
૭ /૫/૨૦૧૬
મૂલ્યશિક્ષણ :
અમારી શાળામાં પ્રાર્થના કાર્યક્રમમાં સોમવારથી શનિવાર સુધી ધોરણવાર વારા રાખવામાં આવ્યા છે. તે અંતર્ગત જે દિવસે જે ધોરણનો વારો હોય તે શિક્ષક પોતાની રજૂઆત ફરજીયાત રજુ કરે છે. જેમાં જે તે વિષય કે ધોરણને ધ્યાનમાં રાખી પ્રસંગોને વણી લઇ મૂલ્યશિક્ષણની વાત કરવામાં આવે છે.
બાળકોનું ભાષા પરનું પ્રભુત્વ વધે તથા પોતાના દેશ માટે માન વધે તે હેતુથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં પ્રતિજ્ઞાપત્ર પણ બોલાવવામાં આવે છે. આ રીતે મૂલ્યશિક્ષણની વાતો બાળકો સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.
https://docs.google.com/forms/d/1bBcjHhIu3Keo1eRveck2_1K5zHfSjd-pFV4LU2Fhezs/વિએવ્ફોર્મ
૭/૫/૨૦૧૬
ચાલો નવતર પ્રયોગનું લેખન કરીએ...
1. નવતર પ્રયોગનું નામ : એસ.એમ.સી.ના સહકારથી ગેરહાજર બાળકોની નિયમિતતા
2. નવતર પ્રયોગનોનો વિભાગ : શિક્ષક દ્વારા થયેલ નવતર પ્રવૃત્તિ
3. પ્રયોગકર્તા શિક્ષકનું નામ : પંચાલ ભાનુપ્રસાદ કાન્તિલાલ
ફોન નં. : 9737229670 ઈ-મેઇલ એડ્રેસ : panchaltithi10@gmail.com
borsad.ekatanagar@gmail.com
4. સમસ્યાનું વર્ણન :
એકતાનગર શાળામાં સપ્ટેમ્બર 2012માં મુ.શિ. તરીકે હાજર થયા બાદ દરરોજ બાળકોની હાજરીની નોટમાં હાજરીના આંકડા ભરાયા પછી સહી માટે આવતી. આ વખતે હાજર અને ગેરહાજર બાળકોની નોધ જોતાં ખ્યાલ આવ્યો કે, શાળાના કુલ બાળકો પૈકી 20 થી 30 ટકા બાળકો ગેરહાજર રહેતાં જોવા મળ્યા. આ પરથી ગેરહાજર બાળકોની નિયમિતતા માટે શું કરવું તે ચિંતાનો વિષય બન્યો.
5. નવતર પ્રયોગનો સમયગાળો : સપ્ટેમ્બર 2012 થી ડિસેમ્બર 2015
6. નવતર પ્રયોગનાં હેતુઓ :
- અનિયમિત બાળકોની અનિયમિતતા અંગે કારણો તપાસવા.
- અનિયમિત બાળકોની નિયમિતતા વધારવી.
- અનિયમિત બાળકોની શિક્ષક દ્વારા વાલી મુલાકાત કરવી.
- અનિયમિત બાળકોની એસ.એમ.સી. સભ્યો દ્વારા વાલી મુલાકાત કરાવી નિયમિત
આવે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું.
7. નવતર પ્રયોગની સંપૂર્ણ વિગતો :
એકતાનગર પ્રાથમિક શાળામાં સપ્ટેમ્બર 2012માં મુ.શિ. તરીકે જોડાયા બાદ દરરોજ બાળકોની હાજરીની નોટમાં હાજરીના આંકડા જોતાં ખ્યાલ આવ્યો કે, શાળાના કુલ બાળકો પૈકી 20 થી 30 ટકા બાળકો ગેરહાજર રહે છે. આ સ્થિતિ ચાલુ રહે તો માસના અંતે તાલુકા કક્ષાએ મોકલાતા માસિક પત્રકના આંકડામાં પણ આ વસ્તુ નજરે પડ્યા વગર રહે નહિ. તેથી ગેરહાજર બાળકોની નિયમિતતા માટે શું કરવું તે ચિંતાનો વિષય તો હતો જ. અમારા પરા વિસ્તારના વિસ્તારો પૈકી બામણનો ખાડો અને મુસ્લિમ જ્ઞાતિના બાળકો વધુ ગેરહાજર રહેતાં જણાયા. આ ગેરહાજર રહેતા બાળકોને નિયમિત શાળામાં આવતા કે લાવતા કરવાની ચિંતા સતત ચાલતી હતી. આ માટે અમારો પ્રથમ પ્રયાસ હતો કે શિક્ષક ગેરહાજર બાળકના વાલીની મુલાકાત લઇ તે બાળક નિયમિત થાય. વાલીઓના રૂબરૂ સંપર્કથી હાજરીમાં થોડો ફરક દેખાયો.
આ બધું ચાલતું હતું ત્યાં એસ.એમ.સી.ની મીટીંગનું આયોજન કરાયું હતું. મીટીંગમાં ચર્ચામાં લેવાના મુદ્દામાં 20 થી 30 ટકા બાળકોની ગેરહાજરનો મુદ્દો પણ લેવાયો. એસ.એમ.સી. નાં સભ્યો સાથે વાતચીતના નિષ્કર્ષમાં જે તે વિસ્તારમાં રહેતા સભ્યને તેમના વિસ્તારના ગેરહાજર બાળકોની યાદી આપવાનું નક્કી થયું. યાદી મુજબ એસ.એમ.સી.ના સભ્યોએ આવા બાળકોના વાલીઓને મળવા જવાનું શરુ પણ કર્યું.
સાથે સાથે ધો. 8 નાં વર્ગશિક્ષક હિતેનભાઈ સોલંકીએ પોતાના વર્ગના ગેરહાજર રહેતા બાળકોના વાલીઓને પત્રથી જાણ કરવાનું બીડું ઝડપ્યું. પત્રથી જાણ કરવા ઉપરાંત તેની રૂબરૂ મુલાકાત કરીને પણ બાળકની ગેરહાજરીની વાત કરવાની. દર માસના અંતે વર્ગશિક્ષક અને મુ.શિ.ની સહીથી જે તે બાળકની કેટલા દિવસની ગેરહાજરી છે તે પણ જણાવવાનો પ્રયત્ન કરાયો.
દરેક મુસલમાન ભાઈઓ દર શુક્રવારે નમાજ પઢવા મસ્જીદમાં તો આવે છે. તેમની સાથે સાથે ધો. 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકો પણ આવતા હોય છે. નમાજ પઢવાના બહાના હેઠળ કેટલાક બાળકો તો શુક્રવારે ફરજીયાત ગેરહાજર રહેતા જણાયા તેથી આ બાળકો માટે પણ કંઈક વિચારવું જોઈએ તેવું લાગ્યું. આ ઉપરાંત,
નમાજ વખતે હાજર વાલીઓ પૈકી જેના બાળકો ગેરહાજર રહે તેને રૂબરૂ મળીને વિગતે વાત કરવાનું પણ ચાલુ રાખ્યું. ધાર્મિક સંસ્થા મસ્જીદમાં આ વાતો કરવા જવાની પરવાનગી લેવામાં પણ મુસ્લિમ એસ.એમ.સી. સભ્યોનો ખૂબ સારો સહકાર સાંપડ્યો.
8. નવતર પ્રયોગનું અમલીકરણ :
શાળામાં સતત અને સંજોગોવસાત ગેરહાજર રહેતા બાળકોને શાળામાં લાવવા તેટલું જ જરૂરી હતું. શિક્ષકોના વાળી સંપર્કથી પણ ગેરહાજર રહેતા બાળકો માટે એસ.એમ.સી.નો સહકાર ખુબ જ ઉપયોગી સાબિત થયો. પરિણામસ્વરૂપ એસ.એમ.સી.ના સહકારથી ગેરહાજર બાળકોની નિયમિતતામાં સુધારો લાવી શકાયો. દર બે કે ત્રણ માસે મળતી એસ.એમ.સી.ની મીટીગોમાં જે તે વિસ્તાર પ્રમાણે ગેરહાજર રહેતા બાળકોની યાદી આપી, તે મુજબ શાળાના જે તે ધોરણના વર્ગ શિક્ષક કે મુખ્ય શિક્ષક સાથે રહેવા લાગ્યા. વાલીના પ્રશ્નોને - મુશ્કેલીઓને સમજીને એસ.એમ.સી.ના સભ્યોની શરમ કહો કે તેમનું માન પણ પરિણામ મળે છે તે ચોક્કસ વાત છે.
ગેરહાજર રહેતા બાળકોના વાલીઓને પત્રથી જાણ કરવા ઉપરાંત તેની રૂબરૂ મુલાકાત કરીને પણ બાળકની ગેરહાજરીની વાત કરાતી હતી. દર માસના અંતે વર્ગશિક્ષક અને મુ.શિ.ની સહીથી જે તે બાળકની કેટલા દિવસની ગેરહાજરી છે તે પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. માસના અંતે શિક્ષકોની મીટીંગમાં ગેરહાજર બાળકો માટે લેવાયેલા પગલાં અને પરિણામની પણ ચર્ચા કરવામાં આવે છે.
9. નવતર પ્રયોગમાં પ્રાપ્ત થયેલા પરિણામો અને તેનું શેરીંગ :
હાલમાં યોજાયેલ સત્રાંત પરીક્ષા હોય કે ગુણોત્સવ કાર્યક્રમ પણ 95 થી 100 ટકા ઉપર હાજરી રહેવા પામી છે. આટલા સતત સંપર્ક અને નવા પ્રયોગોના પરિણામ સ્વરૂપ જાગૃત વાલીઓએ પણ નિયમિત પોતાના
બાળકોને મોકલતા રહ્યા છે, એટલું જ નહિ, તેમની ગેરહાજરી ન રહે તેની કાળજી રાખવા લાગ્યા છે.
મુસ્લિમ જાતિના બાળકોની ગેરહાજરી અંગે તેમની ધાર્મિક સંસ્થા મસ્જીદ પણ ઉપયોગી નીવડી. મસ્જીદમાં મળવા જવાથી પરિણામ એ આવ્યું કે, જે વાલીના બાળકો ઘરે રહેતા કે બહાના બનાવી છટકી જતા હતા તે બાળકો નિયમિત આવવા લાગ્યા. રમઝાન જેવા પવિત્ર માસમાં પણ હવે મુસ્લિમ બાળકોની હાજરી પૂરેપૂરી હોય છે. નમાજ અદા કરવા આવતા બાળકો નમાજ પૂરી થતાં સીધા શાળામાં જાય તેની વાલીઓ કાળજી રાખતા થયા છે. એટલું જ નહિ, ધો. 8 પાસ કરી ધો. 9 માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા વધવા પામી છે.
10. નવતર પ્રયોગની વર્તમાન સ્થિતિ :
શાળામાં સતત અને વધુ દિવસો સુધી ગેરહાજર રહેતાં બાળકોની સંખ્યામાં હવે ઘટાડો થવા પામ્યો છે. પ્રસંગોપાત ગેરહાજર રહેતા બાળકોમાં પણ વાલી તો હવે બપોર બાદ કોઈ કામ માટે બાળકને ઘરે રોકવાનું હોય તો તે બાળકને સવારના સમયમાં શાળાએ મોકલી બપોરે પોતે તેના વર્ગશિક્ષકની રજા લઈને પોતાના બાળકને ઘરે લઇ જતા થયા છે.
જે વાલીઓને લેખિતમાં પત્રથી જાણ કરાય છે તે પત્ર મળતાં જ કશી મુશ્કેલી ન આવે તેની બીકે તે પત્ર લઈને જ શાળાએ આવી તેમના બાળકના વર્ગશિક્ષકને મળી બાળકને મૂકી જાય છે.
નમાજ પઢવાના બહાના હેઠળ કેટલાક બાળકો તો શુક્રવારે ફરજીયાત ગેરહાજર રહેતા જણાયું તો આ બાળકો માટે શાળામાં શુક્રવારના દિવસે રીશેષનો સમય બદલી બપોરના એક (1) વાગ્યાનો કરી દેવાયો. જેથી મુસ્લિમ બાળકો નમાજ પઢી, જમીને રિશેષ પૂર્ણ થતાં શાળાએ પહોચતા થયા છે. એટલું જ નહિ, રમઝાન માસમાં પણ હવે મુસ્લિમ બાળકોની હાજરી પૂરેપૂરી રહેવા લાગી છે.
હાલ શાળાના 460 બાળકો પૈકી 10 ટકા જેટલા જ બાળકો પ્રસંગોપાત ગેરહાજર રહેતા હોય છે. હાલમાં યોજાયેલ પરીક્ષા હોય કે ગુણોત્સવ કાર્યક્રમ પણ 90 થી 95 ટકા ઉપર હાજરી રહેવા પામી છે. આટલા સતત સંપર્ક અને નવા પ્રયોગોના પરિણામ સ્વરૂપ જાગૃત વાલીઓએ પણ નિયમિત પોતાના બાળકોને મોકલતા રહ્યા છે, એટલું જ નહિ, તેમની ગેરહાજરી ન રહે તેની કાળજી રાખવા લાગ્યા છે. ' હવે તો નહિ જ ચાલે ' તેવી વાત તેમના મનમાં પણ સ્થિર થવા લાગી છે.
11. નવતર પ્રયોગમાટે તૈયાર કરેલ સાહિત્યની વિગત :
વાલી મુલાકાત રજીસ્ટર , એસ.એમ.સી. બેઠકમાં બાળકોની ગેરહાજરી અંગે લેવાયેલા નિર્ણયોની નોધ, એસ.એમ.સી. એજન્ડા અને ઠરાવ બુક, ફોટોગ્રાફ, ટૂકી કલીપ,
એસ.એમ.સી. સભ્યોની બેઠકમાં ગેરહાજર બાળકો વિશે ચર્ચા બાદ
વિસ્તાર પ્રમાણે નામો આપી મુલાકાત કરવા જણાવ્યું.

મસ્જીદમાં બાળકોને મુલાકાત કરાવી એસ.એમ.સી. સભ્યોએ સાથે રહી
કોઈએ ગેરહાજર ન રહેવા અનુરોધ પણ કર્યો.
પ્રજ્ઞા બાળકોના વાલીઓની મીટીંગ માં પણ તેમના બાળકો પ્રસંગોપાત કે બીમારી
સિવાયના દિવસોમાં શાળામાં હાજરી આપે તે માટે જણાવ્યું.
એસ.એમ.સી. અધ્યક્ષ મંજુલાબેન ઠાકોરે શિક્ષકોની સાથે રહી ગેરહાજર બાળકોના વાલીઓને મળી બાળકોને નિયમિત મોકલવા વિનંતી પણ કરી. |
Comments
Post a Comment