શાળા વ્યવસ્થાપન સમિતિની તાલીમ : આ શાળા વ્યવસ્થાપન સમિતિની તાલીમ સી.આર.સી. કક્ષાએ સી.આર.સી કો.ઓર્ડીનેટર ધ્વારા આપવામાં આવી હતી. જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ફરજો, કાર્યોની માહિતી, આર.ટી.ઈ., વિકલાંગ બાળકો માટેનું શિક્ષણ અને જરૂરી વાતો જાણવા મળી હતી. સી.આર.સી. કક્ષાએ સી.આર.સી કો.ઓર્ડીનેટર ધ્વારા આપવામાં આવેલી તાલીમનો ફાયદો એ થયો કે, શાળા વ્યવસ્થાપન સમિતિને આ તાલીમમાં સમજી લીધેલા મુદ્દા પર મીટીંગ વખતે વધુ સારી રીતે સમજાવી શકાય છે. જરૂર પડ્યે માહિતીનાં આ મુદ્દાઓ થાકી વધુ યોગ્ય રીતે તેમના હૃદય સુધી પહોચી જરૂરી કામગીરીમાં મદદ લઇ શકાય છે. એસ. એમ.સી ની લોકભાગીદારી : મારી એકતાનગર શાળામાં એસ.એમ.સી.ના સભ્યો ધ્વારા લોકભાગીદારીના ભાગરૂપે બાળકોને સામાન્ય જ્ઞાન પૂરું પાડવા શાળામાંથી દર માસે બહાર પડતા ઈ- મેગેઝીન ' ધબકાર ' ખૂબ જ ઉપયોગી બન્યું છે. જેમાં દર માસે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ઉપરાંત સામાન્ય જ્ઞાનની વાતો મુકવામાં આવે છે. એસ.એમ.સી. સભ્યો, વાલીઓ અથવા બાળકો ધ્વારા જે માહિતી મુકવામાં આવે છે તે ઈ-મેગેઝીનની હાર્ડ કોપી મારફતે બાળકોને વર્ગવાર વાંચવા આપવામાં આવે છે. જે...
Posts
Showing posts from April, 2018
વિશ્વ પુસ્તક દિવસ 2018
- Get link
- X
- Other Apps
વિશ્વ પુસ્તક દિવસ - 23 એપ્રિલ આજે 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ. નાનપણમાં જ્યારથી ભણવાનું શીખ્યા ત્યારથી જ આ પુસ્તકોના સહારે ચાલવાનું મન મનાવી જ લીધું હતું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ ( આવું કહેવા કરતાં સમજણ મોટી થતી ગઈ તેમ એવું કહેવું વધારે યોગ્ય ગણાશે.) તેમ પુસ્તકો તો જાણે જીવનમાં વણાઈ ગયાં. વર્ષો પછી " મારો પ્રેમ, મારુ પુસ્તક " પાકું થઇ ગયું ત્યારથી પુસ્તકોથી દૂર રહેવાનું ગમ્યું નહિ. કૉલેજકાળમાં ભણવાનો ને ભણાવવાનો મોકો મળ્યો ત્યારે પણ અને આજે શિક્ષકની નોકરીમાં પણ પુસ્તકો તો મિત્રો જ બની ગયા. આગળ કહ્યું તેમ સમજણ વધતી ગઈ તેમ પુસ્તકોની પસંદગીના વિષયો બદલાતા રહયા પણ વાંચન અટક્યું નહિ. શાળામાં બાળકોની સાથે આજના શુભ દિવસની વાત કરતાં કરતાં યાદ આવ્યું કે, આજે વિશ્વ પુસ્તક દિવસે ય પુસ્તકનું વાંચન તો ચાલુ જ છે તો તેના વિશે લખવું જ જોઈએ. જ્ઞાનની ટોચ પાર બિરાજતા શ્રીમદ્દ આદ્ય શંકરાચાર્ય વિરચિત શ્રીકૃષ્ણાષ્ટકમના માત્ર આઠ શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણના ભા...