Posts

Showing posts from December, 2020

ગીતા જયંતી : મોક્ષદા એકાદશી - માગશર સુદ ૧૧

Image
ગીતા જયંતી : મોક્ષદા એકાદશી - માગશર સુદ ૧૧ આજથી 5000 થી વધુ વર્ષો પહેલાં કુરુક્ષેત્રની રણભૂમિમાં - મહાભારતના યુદ્ધમાં અસમંજસમાં ફસાયેલા અર્જુનને   નિમિત્ત બનાવી સૌના હૃદયસમ્રાટ અને પ્રેમનું પ્રતીક એવા ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આજે જન્મદિવસ છે. વેદવ્યાસ રચિત મહાભારતના 6 પર્વ ભીષ્મપર્વના અધ્યાય 25 થી 42 એ 18 અધ્યાય એટ્લે શ્રીમદ ભગવદ ગીતા. 18 અધ્યાય અને 700 શ્લોકોમાં ગૂંથાયેલી આ ગીતા વિશ્વને ઉચ્ચત્તમ તત્વજ્ઞાન આપી રહી છે. અત્યાર સુધીમાં સાંસ્કૃતિક કે ધાર્મિક હેતુથી લખાયેલા ધર્મગ્રંથોમાંથી એકપણ પુસ્તકનો જન્મદિવસ મનાવવામાં આવતો નથી પણ શ્રીમદ ભગવદગીતાની એક પુસ્તક નહિ , પણ ધર્મગ્રંથની જન્મજયંતી ઉજવાતી રહી છે. અર્જુન વિષાદયોગથી શરૂ થયેલી તત્વજ્ઞાનની અનુષ્ટુપ છંદમાં જ્ઞાન , કર્મ અને ભક્તિના શ્લોકોમાં રચાયેલી   વિચારધારાનો પ્રવાહ મોક્ષસંન્યાસ યોગ સુધી વહેતો રહ્યો છે. એનું કારણ છે કે , આ ગીતનો ગાનાર ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે. હતાશ અને નિરાશ થયેલા માનવસમાજને સાહસ , શ્રદ્ધા અને આશ્વાસન આપવા પ્રભુએ અર્જુનને નિમિત્ત બનાવી સૌને માર્ગદર્શન આપ્યું છે. જેમનું જીવન જ ...

૩ જી ડિસેમ્બર - ‘વિશ્વ દિવ્યાંગ દિન’ ઉજવણી

Image
                                                  વિશ્વ દિવ્યાંગ દિવસ - 2020                                          દયા કે રહેમ નહિ , પ્રેરણા અને હુંફ : ભારતીય બંધારણમાં સમાનતા , આઝાદી , ન્યાય અને સન્માનપૂર્વક જીવવાની દરેકને ખાતરી આપવામાં આવી છે. આમાં દિવ્યાંગોને અલગ ગણતા નથી. શારીરિક કે માનસિક રીતે અક્ષમ વ્યક્તિઓને જુદા ન ગણતાં તેમણે પણ આપણી સાથે આપણા જેટલા જ હકો મળે તેવું આયોજન કરવું છે. વિકલાંગ વ્યક્તિને પણ સમાજમાં સ્વમાનભેર જીવવાનો હક છે. વિકલાંગોમાં રહેલી સુષુપ્ત દર વર્ષે ૩ જી ડિસેમ્બરના રોજ ‘ વિશ્વ દિવ્યાંગ દિન ’ ની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ વિશે સમાજમાં સમજણ શક્તિઓને બહાર લાવી તેઓ સમાજમાં માનભેર જીવી શકે તથા સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર વધે , તેમના પ્રત્યે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ , અધિકારો અને સુ...