૩ જી ડિસેમ્બર - ‘વિશ્વ દિવ્યાંગ દિન’ ઉજવણી

                                                 વિશ્વ દિવ્યાંગ દિવસ - 2020 

                                       

દયા કે રહેમ નહિ, પ્રેરણા અને હુંફ :

ભારતીય બંધારણમાં સમાનતા, આઝાદી, ન્યાય અને સન્માનપૂર્વક જીવવાની દરેકને ખાતરી આપવામાં આવી છે. આમાં દિવ્યાંગોને અલગ ગણતા નથી. શારીરિક કે માનસિક રીતે અક્ષમ વ્યક્તિઓને જુદા ન ગણતાં તેમણે પણ આપણી સાથે આપણા જેટલા જ હકો મળે તેવું આયોજન કરવું છે. વિકલાંગ વ્યક્તિને પણ સમાજમાં સ્વમાનભેર જીવવાનો હક છે. વિકલાંગોમાં રહેલી સુષુપ્ત દર વર્ષે ૩ જી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ વિશે સમાજમાં સમજણ શક્તિઓને બહાર લાવી તેઓ સમાજમાં માનભેર જીવી શકે તથા સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર વધે, તેમના પ્રત્યે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે એ 'વિશ્વ દિવ્યાંગ દિવસ' ની ઉજવણીનો મુખ્ય હેતુ છે. સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક એમ દરેક પાસામાં દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને સાથે જોડી તેમણે મળતા લાભો વિશે જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ રહેલો છે.


આમતો પહેલા વિશ્વયુદ્ધ પછી જ શારીરિક વિકલાંગો માટે તેમના પુનઃ સ્થાપન અને કલ્યાણ માટે પ્રયત્નો થતા રહ્યા છે. સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ ધ્વારા સહાય, તાલીમ અને પુનઃ વસન માટે કાર્ય થતું રહેલું છે. સરકાર ધ્વારા ધારાકીય જોગવાઈઓ અને કાયદા પણ ઘડવામાં આવ્યા છે. હૈયામાં હોમ હોય, સંઘર્ષો સામે લડવાની તાકાત હોય, મન મક્કમ અને મજબૂત હોય, નિરાશા કે નિષ્ફળતાઓને ખંખેરીને લક્ષ્ય પ્રાપ્તિની ખેવના હોય તો એ વિકલાંગતા એ દિવ્યશક્તિનો સ્ત્રોત બની રહે છે. અસંખ્ય વિરલાઓ એવા છે જેમણે શારિરીક ક્ષતિઓ વચ્ચે પણ સમાજ દંગ રહી જાય એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

ખગોળ વિજ્ઞાનમાં અનોખી સિદ્ધિ મેળવનાર સ્ટીફન હોકીન્સ માત્ર ૨૧વર્ષની નાની ઉમરે શારીરિક અંગોમાં તકલીફ હોવા છ્તાં હિંમતપૂર્વક આગળ વધતાં રહ્યા. તેઓ પોતાના બાળકોને ત્રણ વાત કહેતા. 1. હમેશાં આકાશમાં સિતારોની તરફ જુઓ, ના કે પોતાના પગ તરફ. 2. કયારેય કામ કરવાનું ન છોડશો. કોઈપણ કામ પોતાને જીવવા માટેનો એક મકસદ હોય છે. વગર કામની જિંદગી ખાલી લાગતી હોય છે. 3. જો આપ નસીબદાર થયા અને જિંદગીમાં તમને તમારો પ્યાર મળી જાય તો તેને કયારેય તમારી જિંદગીથી દૂર ન કરશો. આમ, દિવ્યાંગોને જરૂર છે પ્રેરણા અને હુંફની, દયા કે રહેમની નહીં. આટલું સમજીને તેમની સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરીશું તો આ દિવસની સાચી ઉજવણી કરી ગણાશે.  

ચાલો, આટલું કરીએ :

1.  દિવ્યાંગ વ્યક્તિઓ માટે અવરોધમુક્ત વાતાવરણ તૈયાર કરીએ

2. આપણી સાથે દરેક કાર્યોમાં સહાનુભતિપૂર્વક સ્વીકાર કરી એમને દયા નહિ, અધિકાર આપીએ.

3. તેમના અસ્તિત્વનો સ્વીકાર કરી માન – સન્માન સાથે જીવવા હક પૂરો પાડીએ.

4. સમાન તકો પૂરી પાડી, સહભાગિતા વધે તેવા પ્રયાસો આદરીએ.

5. જરૂરી સમાવિષ્ટ શિક્ષણ મળે તથા સમયસર નાણાકીય સહાય થકી તેઓ સ્વનિર્ભર બને તે પ્રકારની 
  
   વ્યવસ્થામાં સહભાગી થઈએ.

Comments

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ