દાંડી યાત્રા - 2021 : આઝાદીનો અમૃત મહોત્સવ
દાંડી યાત્રા - 2021 : આઝાદીનો અમૃત મહોત્સવ ભારતમાં ચાલી રહેલા અંગ્રેજી શાસન દરમ્યાન અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ ગાંધીજીના નેતૃત્વમાં ૧૨ માર્ચથી શરુ થઈ ૬ એપ્રિલ ૧૯૩૦ દરમ્યાન ૨૪ દિવસ ચાલી. આ ચળવળની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો મીઠાનો કાયદો તોડવાનો. ભારતમાં અંગ્રેજો દ્વારા મીઠાની વેચાણકિંમત પર 2400 ટકા જેટલો વેરો લાદી દેતા , ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું હતું. તે સમયે ભારતની માથાદીઠ આવક એક આનો સાત પાઈ હતી. 1925-26 વર્ષમાં સરકારી વાર્ષિક આવકના 19.7 ટકા આવક મીઠાના કરમાંથી થતી હતી. જેથી ગરીબ-તવંગર સહિત દેશના તમામ લોકોને સીધી રીતે સ્પર્શતા આ મુદ્દા માટે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું. સતત ૨૪ દિવસ સુધી રોજના ૧૦ માઈલ આંતર કાપતી દાંડીકુચ ૮૦ જેટલા ૨૦ થી 30 વર્ષની આજુબાજુની ઉંમરવાળા સ્વયંસેવકોની સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીકના દરિયાકિનારે દાંડી ગમે સંપન્ન થઈ હતી. બુની. બાપુની આ યાત્રામાં રસ્તામાં અન્ય લોકો જોડાતા ગયા. ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ચપટી મીઠું ઉપાડી મીઠાનો કાયદો તોડ...