આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - 2021
આજનો દિવસ એટ્લે મહિલાઓના સન્માન અને ગૌરવને સદાય યાદ કરવાનો સોહામણો અવસર. સ્વામી વિવેકાનંડે સ્ત્રી શૈક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો તે અંગેના એમના વિચારો સંકલિત કરી અહી રજૂ કરેલ છે જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી થશે.
શિક્ષણની વ્યાખ્યા કરતાં સ્વામી
વિવેકાનંદ કહે છે કે, 'શિક્ષણ મનુષ્યમાં રહેલા પૂર્ણતાનું પ્રગટીકરણ છે.' પૂર્ણ થવા જેટલા પ્રમાણમાં પ્રગટ થાય
એટલા પ્રમાણમાં મનુષ્ય શિક્ષિત થયો કહેવાય. મનુષ્યમાં જે જ્ઞાન રહેલું છે
એને માત્ર ઉદ્દીપ્ત કરવાનું કામ શિક્ષકનું છે. બાળકો એમના હાથ પગ કાન આંખોની સાથે
બુદ્ધિને પણ યોગ્ય રીતે જોડતા જોડતા શીખે છે એટલું જ શિક્ષક એ જોવાનું છે. સ્વામી વિવેકાનંદ કહ્યું કે, 'આપણે એવા શિક્ષણની જરૂર છે જે ચારિત્ર્યનું
નિર્માણ કરે, મનના સામર્થ્યનો
વિકાસ કરે, ઇન્દ્રિયોની
શક્તિઓનો એ રીતે વિકાસ કરે જેથી શિક્ષણ લેનાર માણસ પોતે પોતાના પગ પર ઊભો રહી શકે.' શરીર અને મન ઉપરાંત સ્વામી વિવેકાનંદ
હૃદયના શિક્ષણ પર પણ ભાર મૂકે છે.
સ્વામી વિવેકાનંદે સ્ત્રી શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો. માત્ર જાતીય ભેદને કારણે સમાજમાં ઊભા થયેલા સ્ત્રી-પુરુષના ભેદને સ્વીકાર્યા વગર જ તત્કાલીન ભારતીય સમાજમાં સ્ત્રીની દશા જોઇને તે ખૂબ જ વ્યથિત થતા હતા. સ્ત્રીને યોગ્ય આદર મળવો જોઈએ તો જ સમાજની સાચી ઉન્નતિ છે એવું તેઓ સ્પષ્ટપણે માનતા હતા. કુટુંબ કે સમાજમાં સ્ત્રીને હડધૂત કરવામાં આવે, કુટુંબમાં અને સમાજમાં તેને સ્થાન ન મળે તો તે અયોગ્ય છે એમ તેઓ માનતા. દીકરીઓનો ઉછેર અને શિક્ષણ છોકરાઓની જેમ જ થવો જોઈએ. કુટુંબ અને સમાજમાંની સ્ત્રીની ભૂમિકામાં સીતાનો આદર્શ તેઓ જોતા હતા. સ્વામી વિવેકાનંદ બાળલગ્નના પણ ખૂબ જ વિરોધી હતા. છોકરાઓની જેમ છોકરીઓ માટે પણ બ્રહ્મચર્યના પાલનમાં આદર્શ રજૂ કરીને એમણે વાલીઓને છોકરાઓની જેમ જ શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. શિક્ષણ પ્રાપ્ત કરીને સ્ત્રીઓને એમને પોતાની સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા પ્રાપ્ત થઇ શકે છે. આજની સ્ત્રી માત્ર પશ્ચિમનું અનુકરણ કરનારા બની જાય તથા ભારતીય સ્ત્રી તરીકે પોતાના ગૌરવની પ્રતિષ્ઠા જાળવી શકે. એ માટે ભારતીય સ્ત્રીની ગૃહદક્ષતાના સદગુણોની જાળવી રાખવાની વાત પર એમણે ખૂબ ભાર મૂક્યો હતો. ભારતીય સ્ત્રી એટલે નિર્ભય, સંઘમિત્રા અલ્યાબાઈ મીરાંબાઈ જેવી ઉચ્ચ ચરિત્ર સંપન્ન સ્ત્રી.
સ્ત્રીના આવા ઉચ્ચ આદર્શોનો ભવ્ય ઈતિહાસ ધરાવનાર ભારત દેશમાં તો સ્ત્રી શિક્ષણની એવી જોગવાઈ હોવી જોઈએ. જેના પરિણામે સ્ત્રી નિર્ભરતા અને બહાદુરી ગુણ વિકસી શકે. આપણું શિક્ષણ પણ એ પ્રકારનું હોવું જોઈએ કે, જેનાથી સ્ત્રીના ચારિત્ર્યનું ઘડતર થાય, એની ક્ષમતાઓમાં વધારો થાય અને તેનું બૌદ્ધિક સ્તર વિકસે તો પોતાના પગ ઉપર હિંમતભેર ઊભી રહી શકે. નિર્ભયતા અને આત્મનિર્ભરતાના સિદ્ધાંત પર ઉભેલા શિક્ષણ દ્વારા સમાજમાં એવી માતાઓ તૈયાર થાય જે આદર્શ નાગરિકોની ભેટ ધરી શકે. આવા વિચારોને કારણે જ સ્વામી વિવેકાનંદે એ સમયમાં સ્ત્રી શિક્ષણના વિકાસ માટે કરવામાં આવતા પ્રયત્નની ખૂબ પ્રશંસા કરી હતી. તેઓ એમ પણ માનતા હતા કે, સ્ત્રીઓની સ્વાર્થ ત્યાગ અને સંસાર ત્યાગનું પણ શિક્ષણ આપવું જોઈએ. જો શિક્ષણ દ્વારા એવી કેટલીક ત્યાગી સ્ત્રીઓ પરબ્રહ્મની ઉપાસના કરનાર સ્ત્રીઓ તૈયાર થાય તો તેઓ બીજી હજારો સ્ત્રીઓને જાગૃત કરી રાષ્ટ્રના કલ્યાણના કામમાં જોડી શકે.
ફક્ત એક દિવસ ઉજવણી કરી સન્માન અને સશક્તિકરણની વાતો કરવાથી નહીં ચાલે. તેને આકાશ નહીં પણ કમ સે કમ દરેક જગાએ અવકાશ આપીએ એ ખૂબ મોટી વાત છે. આવા ઉત્તમ વિચારો આપી સમાજમાં સ્ત્રી શિક્ષણ સાથે ભારતીય સ્ત્રીને ગૌરવ અપાવનાર સ્વામી વિવેકાનંદને યાદ કરીએ અને ગૌરવવંતી ગુજરાતી અને ભારતીય નારીશક્તિને વંદન કરીએ.
"બાળકો એમના હાથ પગ કાન આંખોની સાથે બુદ્ધિને પણ યોગ્ય રીતે જોડતા જોડતા શીખે છે એટલું જ શિક્ષક એ જોવાનું છે."
ReplyDeleteખરેખર? શિક્ષકે એટલું જ જોવાનું છે? 🤔😉
સ્વામી વિવેકાનંદ ખૂબ જ ઉચ્ચ કક્ષાના માત્ર વિચારક નહીં, એક સમાજ સુધારક પણ છે. (વિચારો થકી હાજી પણ હયાત છે).
ReplyDeleteપણ ભારતીય વિચારકો, સમાજ સુધારકોની એક ખાસ સમસ્યા જોવા મળે છે - ભારતીય સિવાયની અન્ય સંસ્કૃતિઓને નકારાત્મક રીતે જોવી અને તેનું અનુકરણ એટલે એક મોટી સમસ્યા.
સ્ત્રીની વાત આવે એટલે એક આદર્શ ચરિત્ર ઉભું કરી દરેક સ્ત્રી માટે એક સખત માર્ગદર્શિકા બનાવી દેવામાં આવે છે. અને દરેક સ્ત્રીને એ માર્ગદર્શિકા પ્રમાણે વિકસે તેવી આશા રાખવામાં આવે છે.