દાંડી યાત્રા - 2021 : આઝાદીનો અમૃત મહોત્સવ

 દાંડી યાત્રા - 2021 : આઝાદીનો અમૃત મહોત્સવ  



ભારતમાં ચાલી રહેલા અંગ્રેજી શાસન દરમ્યાન અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ ગાંધીજીના નેતૃત્વમાં ૧૨ માર્ચથી શરુ થઈ ૬ એપ્રિલ ૧૯૩૦ દરમ્યાન ૨૪ દિવસ ચાલી. આ ચળવળની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો મીઠાનો કાયદો તોડવાનો. ભારતમાં અંગ્રેજો દ્વારા મીઠાની વેચાણકિંમત પર 2400 ટકા જેટલો વેરો લાદી દેતાગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું હતું.  તે સમયે ભારતની માથાદીઠ આવક એક આનો સાત પાઈ હતી. 1925-26 વર્ષમાં સરકારી વાર્ષિક આવકના 19.7 ટકા આવક મીઠાના કરમાંથી થતી હતી. જેથી ગરીબ-તવંગર સહિત દેશના તમામ લોકોને સીધી રીતે સ્પર્શતા આ મુદ્દા માટે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું.


સતત ૨૪ દિવસ સુધી રોજના ૧૦ માઈલ આંતર કાપતી દાંડીકુચ ૮૦ જેટલા ૨૦ થી 30 વર્ષની આજુબાજુની ઉંમરવાળા સ્વયંસેવકોની સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીકના દરિયાકિનારે દાંડી ગમે સંપન્ન થઈ હતી. બુની. બાપુની આ યાત્રામાં રસ્તામાં અન્ય લોકો જોડાતા ગયા. ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ચપટી મીઠું ઉપાડી મીઠાનો કાયદો તોડ્યો. દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કૂચ માટે ગાંધીજી કડક શિસ્ત અને અહિંસાના હિમાયતી હોવાથી પોતાની સાથે   આશ્રમના પ્રશિક્ષિત સ્વયંસેવકોને લઈ ૮ જિલ્લા અને ૪૮ ગામોને આવરી લેતી ૨૪ દિવસની કૂચ દરમિયાન રાત્રિરોકાણ પણ કર્યા. આણંદ જીલ્લાના બોરીયાવી, નાપા અને રાસ ખાતે સભાઓ પણ સંબોધી હતી.આ રીતે લોકોને પોતાના દેશ પ્રત્યે જાગૃત કર્યા.


મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો જે ગાંધીજીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો. દાંડીકુચ વખતના મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ ૬૦ હજાર જેટલાં ભારતીયોને જેલમાં પણ પૂરી દેવામાં આવ્યા હતા.. દાંડીકૂચની યાદોને કાયમી જીવંત રાખવાના હેતુથી સરકારના પ્રયત્નોથી નામક સત્યાગ્રહ રાષ્ટ્રીય સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. જેને 30 જાન્યુઆરી ૨૦૧૯ન રોજ પ્રજાજનો માટે ખુલ્લું પણ મુકવામાં આવ્યું છે.  


12 માર્ચ 2021 ના રોજ પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં સાબરમતી આશ્રમમાં યોજાયેલ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી.ની દાંડીયાત્રા શરૂ થઈ ગઈ છે. આપણે સૌ યાદ રાખીએ કે, ઓગસ્ટ 2023 સુધી આ  આઝાદીનો અમૃત મહોત્સવ ચાલનાર છે. . 

Comments

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ