દિન વિશેષ : રામપ્રસાદ બિસ્મિલ
દિન વિશેષ : રામપ્રસાદ બિસ્મિલ એક નાના બાળકે પોતાના ગુરુ પાસે આવી કહ્યું કે , ગુરુજી આપની સામે પ્રતિજ્ઞા કરું છું કે , " અંગ્રેજ રાજ્યનો નાશ કરવા હું જીવનભર ઝઝૂમીશ. આ પ્રતિજ્ઞા એ જ મારો જીવનમંત્ર" ગુરુજી કહેવા લાગ્યા , "બેટા , તારા જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનશે. એ ઘટનાઓ તારા દેહને , આયુષ્યને જોખમમાં મુકશે , તારો દેહ જગત પર રહેશે નહીં , પણ તારા કાર્યો બીજાને પ્રેરક બનશે. તું વાતાવરણને ઉગ્ર રૂપ ન આપતો." મિત્રો , નાનપણમાં અંગ્રેજ સલ્તનતને નાશ કરવાની આવી પ્રતિજ્ઞા લેનાર અને પોતાનામાં સ્વદેશપ્રેમ જાળવી રાખનાર ક્રાંતિવીર વીર હતા રામપ્રસાદ બિસ્મિલ. જેઓ ઘરબાર છોડી દેશસેવામાં જોડાઈ ગયા. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ 11મી જૂન 1897ના રોજ થયો હતો. પિતાનું નામ મુરલીધર હતું. અંગ્રેજો સારા વિશ્વમાં છવાયેલા હતા. ભારત પણ એમની ગુલામીનું ભોગ બન્યું હતું. તે વખતે ભારતમાં એકતા અને રાષ્ટ્રભાવનાનો એક જુવાળ ચાલી રહ્યો હતો. કોઈપણ રીતે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની અને દેશ માટે બલિદાન આપવાની ચેતના જાગૃત કરવાનું કામ રામપ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારી વીરોએ કર્યું હતું. આને લીધે સમાજમાં દેશદ...