કોમી એખલાસની જોડી વસંત રજબ
કોમી એખલાસની જોડી વસંત રજબ : અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમથી આ રથયાત્રા પસાર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે , ગયા વર્ષે આ રથયાત્રા કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ કોરોના ગાઈડલાઇનને અનુસરી ઓછા સમયમાં નિયત વિસ્તારમાં રથયાત્રામાં પ્રભુ નગરચર્યા કરશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રથયાત્રાની સુરક્ષા માટે મહિના પહેલાં તૈયારીઓ શરૂ કરવામાં આવે છે . દર વર્ષે નીકળતી રથયાત્રા આમ તો કોમી એકતાનું એક ઉદાહરણ છે. દર વર્ષે રથયાત્રા પહેલાં સુરક્ષાને લઈને તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આજના દિવસે વર્ષો પહેલા રથયાત્રામાં થયેલા રમખાણોમાં લોકોના જીવ બચાવવા અને કોમી એકતા જાળવવા માટે જીવ આપનાર વસંત અને રજબને યાદ કરવામાં આવે છે. 1946 માં પ્રથમ વખત રથયાત્રામાં હિંસા શરૂ થઈ , ત્યારે કોમી એખલાસ જાળવી આ બંને મિત્રોએ પ્રાણોની આહુતિ આપી હતી. વસંતરાવ હેગિષ્ટે પર ગાંધી વિચારોનો ખૂબ ઊંડો પ્રભાવ હતો અને 15 વર્ષની ઉંમરે જ તેમણે ભણવાનું છોડી દીધું હતું. તેઓ ગાંધીજી સાથે ચળવળમાં...