સંન્યાસી સ્વામી વિવેકાનંદ
સંન્યાસી સ્વામી વિવેકાનંદ
એક સાધુનો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો.
પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં સંપર્ક (Contact) અને જોડાણ (Connection) પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણમાં મુકનારી છે, શું તમે સમજાવી શકશો? સંન્યાસીએ સ્મિત કર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું. પત્રકારને પૂછ્યું: તમે ન્યુયોર્કમાં રહો છો? પત્રકાર: હા. સંન્યાસી તમારા ઘરમાં કોણ કોણ છે?
પત્રકારને લાગ્યું કે, સાધુ એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણ કે સાધુનો સવાલ "બહુ જ વ્યક્તિગત અને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો. છતાં પણ પત્રકાર બોલ્યો: મારી માં હવે નથી, પિતા છે અને 3 ભાઈઓ અને એક બહેન છે. બધા જ પરણેલા છે. સંન્યાસી"એ ચહેરા પર સ્મિત લાવી પૂછ્યું: તમે તમારા પિતા સાથે વાત કરો છો? પત્રકાર ચહેરાથી ગુસ્સે થતો લાગ્યો. સંન્યાસીએ પૂછ્યું: તમે તમારા પિતા સાથે છેલ્લે ક્યારે વાત કરી હતી? પત્રકારે પોતાના ગુસ્સાને દબાવતા જવાબ આપ્યો: કદાચ એક મહિના પહેલા !
સંન્યાસી"એ પૂછ્યું: શું તમે ભાઈ બહેન કાયમ મળો છો? તમે બધા જ એક પરિવારની જેમ છેલ્લા ક્યારે મળ્યાં હતાં? એ સવાલ પર પત્રકારના માથા પર પરસેવો આવી ગયો, ઈન્ટરવ્યૂ હું લઉં છું કે આ સાધુ?એવું લાગ્યું જાણે સાધુ પત્રકારનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે? એક ઉદાસીભર્યા ઉદગાર સાથે પત્રકાર બોલ્યો: બે વર્ષ પહેલાં ક્રિસમસ પર. સંન્યાસીએ પૂછ્યું, 'કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા ? પત્રકાર પોતાની આંખોમાંથી નીકળેલા આંસુઓ લૂછતાં બોલ્યો: ફક્ત 3 દિવસ ! સંન્યાસીએ પૂછ્યું: કેટલો સમય" તમે ભાઈ-બહેનોએ તમારા પિતાની એકદમ નજીક બેસીને પસાર કર્યો? પત્રકાર હેરાનગી અને શર્મિન્દગી અનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો.
સંન્યાસીએ પૂછ્યું: શું તમે તમારા પિતા સાથે નાસ્તો કર્યો? બપોરે કે રાત્રે સાથે જમ્યા છો? શું તમે તમારા પિતાને પૂછ્યું કે, કેમ છો ? તેમની "તબિયત" કેવી છે? માતાના મૃત્યુ પછી તેમનો સમય કેવી રીતે પસાર થઈ રહ્યો છે? સંન્યાસીએ પત્રકારનો હાથ પકડ્યો અને કહ્યું: શરમાશો કે દુઃખી ના થશો. મને અફસોસ છે કદાચ મારાથી તમને અજાણતાં દુઃખ પહોચાડ્યું હોય તો! પરંતુ આ જ તમારા સવાલનો જવાબ છે. સંપર્ક અને જોડાણ (Contact and Connection)
તમે તમારા પિતા સાથે ફક્ત સંપર્ક (Contact)માં છો પણ તમારૂં એમની સાથે કોઈ જ "Connection" નથી. તમે તેમની સાથે જોડાયેલા જ નથી. You are not connected to him. તમે તમારા પિતાસાથે ફક્ત સંપર્કમાં છો, જોડાયેલા જ નથી. Connection હંમેશા આત્માનું હોય છે. હૃદયથી હૃદયનું હોય છે. એક સાથે બેસવું અને ભોજન લેવું, "એકબીજાની સારસંભાળ કરવી, સ્પર્શ કરવો, હાથ મિલાવવો, આંખોનો સંપર્ક થવો, કેટલોક સમય એકસાથે વિતાવવો આ જરૂરી છે. તમે તમારા પિતા,ભાઈ અને બહેનોના સંપર્કમાં (Contact) છો પરંતુ તમારૂ એકબીજા સાથે કોઈ જોડાણ (Connection) નથી.પત્રકારે આંખો લૂછી અને બોલ્યો: મને એક સારો અને અવિસ્મરણીય પાઠ શીખવવા બદલ ધન્યવાદ. .
આજે પણ લોકોની આવી જ પરિસ્થિતિ થઈ રહી છે. બધાના હજારો સંપર્ક (contacts) છે પણ કોઈને એકબીજા સાથે લગાવ-જોડાન (connection) નથી. કોઈ જ વિચાર વિમર્શ નહિ. પ્રત્યેક વ્યક્તિ પોતાની નકલી દુનિયામાં ખોવાયેલી છે
એ સંન્યાસી એ બીજું કોઈ જ નહીં પરંતુ સ્વામી વિવેકાનંદ હતા.
ખૂબ સુંદર
ReplyDelete