મારા અનુભવની શાળા - ૨૦૨૬
મારા અનુભવની શાળા - ૨૦૨૬
એકતાનગર પ્રાથમિક શાળા (નાપા) માં મુખ્યશિક્ષક તરીકે જોડાયાને આજે ૧૪ વર્ષ પૂર્ણ કર્યા છે. HTAT પરીક્ષા પાસ કરી નાપા કુમાર શાળા - સી.આર.સી.સી., નાપા વાંટા - જલાલકુઈ પ્રા.શાળામાંથી એકતાનગર શાળામાં મુખ્યશિક્ષક તરીકે જોડાયા પછી પ્રભુએ એવા તો સંજોગો મેળવ્યા કે, કેટલાય ચઢાવ - ઉતારમાંથી પસાર થવાનું બન્યું. શાળામાં મુખ્યશિક્ષક તરીકે જોડાયો ત્યારે શાળા 30 ની હતી ને હું 40 નો. શાળા સ્થાપક ઈશ્વરભાઈ ઠાકોર અને નવનીતલાલ પંડ્યાના રાહે ચાલવાથી લઈને, શાળા પરિવારે દરેક કાર્યોમાં સહકાર આપ્યો ને પ્રભુએ અવિરત કાર્ય કરવાનું બળ પૂરું પાડ્યું.
પ્રભુપ્રેમના સ્પંદનો થકી સૌના સંકલનમાં, શાળામાં અવિરત કાર્ય કરતાં રહેવાથી શાળાના નામનો પર્યાય બન્યાનો અને શાળા જ અમારો 'ધબકાર' બન્યાનો અઢળક આનંદ છે. શાળામાં બાળકોની સંખ્યામાં ઉતરોત્તર વધારો, ખાનગી શાળામાંથી બાળકોનું આગમન, એસ.એમ.સી અને ગ્રામજનોનો પૂર્ણ સહકાર, વેકેશન વર્કશોપ, 'ધબકાર' ઈ મેગેઝિન જેવા અનોખા આયામો થકી કંઈક વિશેષ કર્યાનો રાજીપો સદાય રહેશે. બાળકોની આંતરિક શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ પણ સફળ રહ્યો છે. જેમાં કેટલીક સંસ્થાઓએ સહકાર આપ્યો.
શાળા, સ્ટાફ અને બાળકોના બંધન થકી ૧૦ જેટલા વિવિધ સંશોધનો, નવાચારો રજૂ કરી શક્યો. વિવિધ કાર્યોના પરિણામ સ્વરુપ તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ મળવાની સાથે સાથે અન્ય સહયોગી સંસ્થાઓ પણ નવાજ્યો. જિલ્લાના શિક્ષણ વિભાગ તરફથી પામોલ બીટ નિરીક્ષક તરીકેની વિશેષ જવાબદારી સંભાળી અનુભવોનું આદાન-પ્રદાન કરવાની ગતિ જાળવી કાર્યરત છું. આ જ સમયગાળામાં મારા લેખન-સંપાદન સાથે 'યત્ર નાર્યાસ્તુ પૂજ્યન્તે...' અને પતંગિયાની પાંખે' બે પુસ્તકો પણ પ્રકાશિત કરી શક્યો છું. થોડા વખતમાં પી.એચ.ડી. પણ પૂર્ણ થવાના આરે છે. શાળાનl નામ સાથે નામ જોડાઈ જાય એવી સ્થિતિમાં લાવનાર SMC સભ્યો અને ગ્રામજનો સતત સહાયરૂપ બન્યા છે.
ચાલો, જેટલું લખીશ એટલું મને તો ઓછું જ લાગશે પણ, અમારા શાળા પરિવારના 'હમ હોંગે કામિયાબ..' ના ધ્યેય મંત્ર સાથે શાળાનું ભાવાવરણ ચોક્કસ ધ્યાનાકર્ષક બન્યું છે. હજી આ જ ગતિથી શાળાના વિકાસ માટે 'બાલદેવો ભવઃ' ને કેન્દ્રમાં રાખી મથતો રહીશ. ૧૪ વર્ષના આ અવિરત કાર્યોમાં પડખે રહી સહકાર આપનાર શાળા પરિવાર, અધિકારી-પદાધિકારી ગણ, અન્ય આચાર્યો/શિક્ષકો, ગ્રામજનો અને વાલીઓનો સહ્રદય આભાર.
વંદે માતરમ... ભારત માતાકી જય...
'હમ હોંગે કામિયાબ..'




.jpeg)



.jpeg)


Congratulations & Nice Editing
ReplyDelete🌷 હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ🌷
ReplyDeleteઆજે એકતાનગર પ્રાથમિક શાળામાં ૧૪ વર્ષ પૂર્ણ કરવાના ગૌરવપૂર્ણ પ્રસંગે આચાર્યશ્રી ભાનુપ્રસાદ પંચાલ સાહેબને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.💐
શાળાના વિકાસ, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આપનું માર્ગદર્શન, સમર્પણ અને પ્રેરણાદાયી નેતૃત્વ ખરેખર પ્રશંસનીય છે.આપના સફળતાપૂર્વકના ૧૪ વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન🎉
આગામી વર્ષોમાં પણ આપના સક્ષમ નેતૃત્વ હેઠળ એકતાનગર પ્રાથમિક શાળા નવી નવી ઊંચાઈઓ સર કરે અને શાળાની યશગાથા સતત આગળ વધે તેવી હાર્દિક શુભેચ્છાઓ.🌷🙏
– કિરણકુમાર જેસંગભાઈ સોલંકી
મદદનીશ શિક્ષક
એકતાનગર પ્રાથમિક શાળા
શ્રી ભાનુપ્રસાદ પંચાલ સાહેબ
ReplyDeleteઆપને આણંદ જિલ્લામાં આવ્યાને વાત વાતમાં આમ દોઢ દાયકો પસાર થઈ ગયો...
આપની કર્મઠતા અને ઉત્તમ કાર્ય પ્રણાલીથી આપ દૂધમાં સાકરની જેમ ભળી ગયા..
આપના અથાગ પરિશ્રમ અને મેહનત કરીને આપે એક્તનગર ને એક અણમોલ ગતિથી રાજ્ય કક્ષા સુધી સ્થાન આપ્યું છે..
આપને અભિનંદન અને મારા બહેનને વંદન જેઓ આ સફળતાના સાચા સુકાની અને સારથી છે...
આપનો અનુરાગી
પ્રકાશ ભટ્ટી
આચાર્ય સંદેશર કુમાર શાળા તા. & જિ. આણંદ
અભિનંદન ....
💐💐💐💐💐💐💐💐💐💐