પરાક્રમીના પરાક્રમ
પરાક્રમીના પરાક્રમ શીર્ષક વાંચતાં જ થોડી નવાઈ લાગશે કે , આ તે ક્યા પરાક્રમીના પરાક્રમની વાત થાય છે ? આ વાત છે આપણા દેશભક્ત એવા સુભાષચંદ્ર બોઝની. ગયા વર્ષે કેન્દ્ર સરકાર ધ્વારા જાહેરાત થઈ છે કે , તેમના જન્મદિવસને હવેથી ‘ પરાક્રમ દિવસ ’ તરીકે ઉજ્વવામાં આવે છે. આપણને નવાઈ લાગશે કે એવું તે શું કર્યું આ દેશભક્તે ! એવા તે ક્યા ક્યા પરાક્રમો કર્યા જેથી આજેય યાદ કરીએ છીએ ? આવો , પોતાના હિન્દ દેશ માટેનો એક જ પ્રસંગ જોઈશું તો ખ્યાલ આવી જશે. પોતે જે લંડનની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કરતા હતા તે કોલેજના ઘમંડી અધ્યાપકના હિંદુસ્તાન વિશેના અપમાનજનક વર્તનથી જ તેમનામાં ક્રાંતિના બીજ રોપાયાં હતાં. પોતાના ઘરેથી નીકળી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી પઠાણનો વેશ ધારણ કરી , બહેરા મૂંગા કાકા અને ઈટાલિયન વ્યક્તિ બની બર્લિનમાં રેડિયો સ્ટેશન પરથી અંગ્રેજ શાસન ઊથલાવી પાડનારની જાહેરાત કરતાં ડર્યા નહોતા. ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિયોની સ્થાપના પણ કરી હતી. મિત્રો, આવા તો કેટલાય પરાક્રમો કર્યા છે. અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની વાત હોય , ઈંગ્લેન્ડ જઈ સિવિલ સેવાની પરીક્ષામાં અગ...