પરાક્રમીના પરાક્રમ
પરાક્રમીના પરાક્રમ
શીર્ષક વાંચતાં જ થોડી નવાઈ લાગશે કે, આ તે ક્યા પરાક્રમીના પરાક્રમની વાત થાય છે ? આ વાત છે આપણા દેશભક્ત એવા સુભાષચંદ્ર બોઝની. ગયા વર્ષે કેન્દ્ર સરકાર ધ્વારા જાહેરાત થઈ છે કે, તેમના જન્મદિવસને હવેથી ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજ્વવામાં આવે છે. આપણને નવાઈ લાગશે કે એવું તે શું કર્યું આ દેશભક્તે ! એવા તે ક્યા ક્યા પરાક્રમો કર્યા જેથી આજેય યાદ કરીએ છીએ ? આવો, પોતાના હિન્દ દેશ માટેનો એક જ પ્રસંગ જોઈશું તો ખ્યાલ આવી જશે. પોતે જે લંડનની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કરતા હતા તે કોલેજના ઘમંડી અધ્યાપકના હિંદુસ્તાન વિશેના અપમાનજનક વર્તનથી જ તેમનામાં ક્રાંતિના બીજ રોપાયાં હતાં. પોતાના ઘરેથી નીકળી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી પઠાણનો વેશ ધારણ કરી, બહેરા મૂંગા કાકા અને ઈટાલિયન વ્યક્તિ બની બર્લિનમાં રેડિયો સ્ટેશન પરથી અંગ્રેજ શાસન ઊથલાવી પાડનારની જાહેરાત કરતાં ડર્યા નહોતા. ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિયોની સ્થાપના પણ કરી હતી. મિત્રો, આવા તો કેટલાય પરાક્રમો કર્યા છે.
અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની વાત હોય, ઈંગ્લેન્ડ જઈ સિવિલ સેવાની પરીક્ષામાં અગ્રેસર રહેવા છ્તાં અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇનકાર કરી ભારત પરત ફરી જવું જેવા પ્રસંગોમાં ક્રાંતિકારીઓનું સ્ફૂર્તિસ્થાન, દ્રઢ મનોબળવાળા અને તટસ્થ નેતા બોઝનું પરાક્રમ ઊભરી આવે છે. જેમણે આપણને 'જયહિંદ' નામનું સૂત્ર આપ્યું જે અત્યારે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે.
1897 ની 23 જાન્યુઆરીના રોજ ઓરિસ્સા રાજ્યમાં કટક ખાતે જન્મેલ સુભાષચંદ્ર બોઝ નાનપણથી જ દેશદાઝવાળા હતા. શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં જન્મેલા પ્રખર બુદ્ધિશાળી સુભાષબાબુ મેટ્રિકની પરીક્ષા નજીક હતી. સાંજના સમયે ઘરની બહાર નીકળ્યા ત્યાં તેમના રૂમમાંથી એક ચોપાનિયું મળ્યું તે કોઈનેપણ હલબલાવી નાખે તેવું હતું. ‘જોઈએ છે હિન્દુસ્તાનમાં લશ્કરી બળવો કરાવી શકે એવો જ્વામર્દ યુવાન. પગાર મળશે મૃત્યુ.’ આ વાંચીને તેમના પિતા શરદબાબુએ કહ્યું હતું કે,’’તું આ રવાડે ક્યાં ચડ્યો ? મેટ્રિકમાં નાપાસ થઈશ.’’ પણ હિમતવાન અને બુદ્ધિશાળી મેટ્રિકની પરીક્ષામાં સમગ્ર બંગાળમાં બીજા ક્રમે રહ્યા હતા. ગાંધીજીએ સુભાષબાબુને ‘નેતાજી’ અને સુભાષબાબુએ ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ નું બિરુદ આપ્યું હતું. દેશની બૂરી હાલત ન જોઈ શકનાર અને ભારતવાસીઓની સુખાકારી અને પ્રગતિ માટે અડગ રહેનાર નેતાજીની હિમત અને દેશભક્તિ થકી આજે પ્રેરણા મળતી રહી છે. બહાદુરી સાથે દેશભક્તિને લોકોમાં સ્થિર કરવાનું સૌથી મોટું કાર્ય સુભાષચંદ્ર બોઝે કર્યું હતું. ચિત્તરંજનદાસે એક વખત સુભાષચંદ્રને કહ્યું હતું કે, ‘’સુભાષ સમય આવ્યે મોટા ચમરબંધી સામે પણ બંડ પોકારવા તૈયાર રહેજે.’’ સુભાષબાબુને આ વાત સાંભળીને થોડું આશ્ચર્ય થયું હશે, પણ આજે આ વાત ઇતિહાસના પાને કંડારાઇ ચ્હે એમ કહેવું વધારે પડતું નહીં ગણાય. પ્રખર ક્રાંતિકારી અને દેશદાઝ સાથે જીવનાર સુભાષચંદ્રનો 49 વર્ષની યુવાન વયે જ્વલંત દિપક બુઝાઇ ગયો. તેમના અવસાન અંગેની અટકળો હજી અકબંધ જ છે. જાપાનમાં આજે પણ 18 ઓગસ્ટને ‘શહીદ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
આપણને સૌને જાણીને આનંદ થશે કે, થોડા દિવસ પહેલાં ભારત સરકાર ધ્વારા રાષ્ટ્રીય
રાજધાની દિલ્હી ખાતેના 'ઈન્ડિયા ગેટ' પર સુભાષબાબુની પ્રતિમા મુકવામાં આવનાર છે
જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. વડાપ્રધાનના હસ્તે 23 જાન્યુયારીના રોજ હોલોગ્રામની
પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવનાર છે. એક દેશનેતાને મળેલ આટલું સન્માન
ક્યારેય કોઈને મળ્યું નથી. જે ગૌરવશાળી દેશનું પ્રતિક બનશે. બ્રિટીશ શાસનથી મુક્તિ મળે
તે હેતુથી ક્રાંતિની જે મશાલ પ્રગટાવી હતી તેની યાદરૂપે ગ્રેનાઇટ પથ્થરોમાંથી 25 ફૂટ જેટલી
ઊંચી પ્રતિમા મૂકવામાં આવનાર છે.
આ ઉપરાંત, સ્વતંત્રતાના સંઘર્ષમાં યોગદાન આપનાર દેશભકતોની યાદમા લાલ કિલ્લામાં
એક મ્યુઝિયમ- સંગ્રહાલય ‘યાદ એ જલિયાં’ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જે ઇંડિયન નેશનલ
આર્મી અને સુભાષચંદ્ર બોઝને સમર્પિત કરવામાં પણ આવ્યું છે. અંગ્રેજોની સામે એક થઈ
લડી શકાય તે માટે અલગ અલગ સ્થળોએ સભાઓ યોજનાર 1941 થી મૃત્યુ સુધી વિદેશમાં
રહી સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપનાર, વીર સૈનિક અને કુશળ સંગઠનકર્તાએ
પોતાના જીવનમાં દરેક પ્રસંગોએ હિંમત દાખવનાર અને ખૂનના બદલામાં આઝાદી
આપવાની ખાતરી આપનાર સુભાષચંદ્ર બોઝને સાદર વંદન.
Very nice👌👌👌👌
ReplyDeleteGood
ReplyDeleteJaymeena m Padhiyar
ReplyDelete