ગીતા જ્ઞાન, સબસે મહાન આજથી 5000થી વધુ વર્ષો પહેલાં કુરુક્ષેત્રની રણભૂમિમાં-મહાભારતના યુદ્ધમાં અસમંજસમાં ફસાયેલા અર્જુનને નિમિત્ત બનાવી સૌના હૃદયસમ્રાટ અને પ્રેમનું પ્રતીક એવા ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આજે જન્મદિવસ છે. વેદવ્યાસ રચિત મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય 25 થી 42 એ 18 અધ્યાય એટ્લે શ્રીમદ ભગવદગીતા. 18 અધ્યાય અને 700 શ્લોકોમાં ગૂંથાયેલી આ ગીતા વિશ્વને ઉચ્ચત્તમ તત્વજ્ઞાન આપી રહી છે. અત્યાર સુધીમાં સાંસ્કૃતિક કે ધાર્મિક હેતુથી લખાયેલા ધર્મગ્રંથોમાંથી એકપણ પુસ્તકનો જન્મદિવસ મનાવવામાં આવતો નથી, પણ શ્રીમદ ભગવદગીતાની એક પુસ્તક તરીકે નહિ, પણ ધર્મગ્રંથ તરીકે જન્મજયંતી ઉજવાતી રહી છે. અર્જુન વિષાદયોગથી શરૂ થયેલી તત્વજ્ઞાનની અનુષ્ટુપ છંદમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના શ્લોકોમાં રચાયેલી વિચારધારાનો પ્રવાહ મોક્ષસંન્યાસ યોગ સુધી વહેતો રહ્યો છે.એનું કારણ છે કે, આ ગીતાનો ગાનાર ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે. હતાશ અને નિરાશ થયેલા માનવસમાજને સાહસ, શ્રદ્ધા અને આશ્વાસન આપવા પ્રભુએ અર્જુનને નિમિત્ત બનાવ...
Great...!!! ભાર તો બોજાનો લાગે... કામનો નહીં.
ReplyDelete