Posts

Showing posts from 2020

ગીતા જયંતી : મોક્ષદા એકાદશી - માગશર સુદ ૧૧

Image
ગીતા જયંતી : મોક્ષદા એકાદશી - માગશર સુદ ૧૧ આજથી 5000 થી વધુ વર્ષો પહેલાં કુરુક્ષેત્રની રણભૂમિમાં - મહાભારતના યુદ્ધમાં અસમંજસમાં ફસાયેલા અર્જુનને   નિમિત્ત બનાવી સૌના હૃદયસમ્રાટ અને પ્રેમનું પ્રતીક એવા ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આજે જન્મદિવસ છે. વેદવ્યાસ રચિત મહાભારતના 6 પર્વ ભીષ્મપર્વના અધ્યાય 25 થી 42 એ 18 અધ્યાય એટ્લે શ્રીમદ ભગવદ ગીતા. 18 અધ્યાય અને 700 શ્લોકોમાં ગૂંથાયેલી આ ગીતા વિશ્વને ઉચ્ચત્તમ તત્વજ્ઞાન આપી રહી છે. અત્યાર સુધીમાં સાંસ્કૃતિક કે ધાર્મિક હેતુથી લખાયેલા ધર્મગ્રંથોમાંથી એકપણ પુસ્તકનો જન્મદિવસ મનાવવામાં આવતો નથી પણ શ્રીમદ ભગવદગીતાની એક પુસ્તક નહિ , પણ ધર્મગ્રંથની જન્મજયંતી ઉજવાતી રહી છે. અર્જુન વિષાદયોગથી શરૂ થયેલી તત્વજ્ઞાનની અનુષ્ટુપ છંદમાં જ્ઞાન , કર્મ અને ભક્તિના શ્લોકોમાં રચાયેલી   વિચારધારાનો પ્રવાહ મોક્ષસંન્યાસ યોગ સુધી વહેતો રહ્યો છે. એનું કારણ છે કે , આ ગીતનો ગાનાર ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે. હતાશ અને નિરાશ થયેલા માનવસમાજને સાહસ , શ્રદ્ધા અને આશ્વાસન આપવા પ્રભુએ અર્જુનને નિમિત્ત બનાવી સૌને માર્ગદર્શન આપ્યું છે. જેમનું જીવન જ ...

૩ જી ડિસેમ્બર - ‘વિશ્વ દિવ્યાંગ દિન’ ઉજવણી

Image
                                                  વિશ્વ દિવ્યાંગ દિવસ - 2020                                          દયા કે રહેમ નહિ , પ્રેરણા અને હુંફ : ભારતીય બંધારણમાં સમાનતા , આઝાદી , ન્યાય અને સન્માનપૂર્વક જીવવાની દરેકને ખાતરી આપવામાં આવી છે. આમાં દિવ્યાંગોને અલગ ગણતા નથી. શારીરિક કે માનસિક રીતે અક્ષમ વ્યક્તિઓને જુદા ન ગણતાં તેમણે પણ આપણી સાથે આપણા જેટલા જ હકો મળે તેવું આયોજન કરવું છે. વિકલાંગ વ્યક્તિને પણ સમાજમાં સ્વમાનભેર જીવવાનો હક છે. વિકલાંગોમાં રહેલી સુષુપ્ત દર વર્ષે ૩ જી ડિસેમ્બરના રોજ ‘ વિશ્વ દિવ્યાંગ દિન ’ ની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ વિશે સમાજમાં સમજણ શક્તિઓને બહાર લાવી તેઓ સમાજમાં માનભેર જીવી શકે તથા સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર વધે , તેમના પ્રત્યે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ , અધિકારો અને સુ...

TEACHERS DAY SPECIAL 2020

Image
  TEACHERS DAY SPECIAL - 2020 શિક્ષકત્વ   પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને તેમના વાતોને જીવનમાં વણી દર વર્ષે આપણે ઉજવણી કરતા રહેલા છીએ. આમ તો , શિક્ષક માટે લોકજીભે રમતો શબ્દ છે ‘માસ્તર’. માના સ્તર સુધી જઈ બાળકોને શીખવવા - સમજાવવાની જેની પાસે ત્રેવડ છે તે એટલે માસ્તર. ‘શિક્ષક’ના અંગ્રેજી મૂળાક્ષરો   TEACHER  ના શાબ્દિક અર્થ આપણે સૌ જાણીએ જ છીએ. વિદ્યાર્થીઓમાં રહેલા વિચારો અને કાર્યકુશળતા સાથે ભગવાન કૃષ્ણે જેમ અર્જુનને મહાભારતના યુદ્ધમાં   ' ઉત્તિષ્ઠ ' કહી   મન અને શરીરથી ઊભો કર્યો એમ બાળકોને સંસ્કાર સિંચન અને હિંમત આપી જ્ઞાન પૂરું પાડવાનો તથા તેમની ઈચ્છા અને ફરજ સમજાવી તૈયાર કરવાના છે. આપણે સૌ સાચા અર્થના રોલ મોડેલ બનીશું તો શિક્ષકમાંથી વિદ્યાર્થીઓ જાતે પ્રેરણા મેળવી વર્તન વ્યવહારમાં પરિવર્તન લાવી શકશે.   શિક્ષક થવું તે દુર્લભમાં દુર્લભ ઘટના છે પણ એવું ત્યારે જ કહી શકીએ કે, જ્યારે આપણે શિક્ષક તરીકેના વ્યવસાયને ઉત્તમ રીતે નિભાવીએ. આપણે સાચા અર્થના આદર્શ અને આગવી પ્રતિભા ધરાવતા શિક્ષક બન...

આનંદમયી ઓગસ્ટ - ૨૦૨૦

Image
  આનંદમયી ઓગસ્ટ - ૨૦૨૦ નાપા કન્યા ખાતે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલને News 108ના ઝોનલ હેડ સાદિક સૈયદ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર આપી કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું હતું. બાળકો તથા શિક્ષકોના સહકાર થકી આવા સન્માનને લાયક થઇ શક્યો તેની ખુશી છે. સી.આર.સી. નાપાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલનું પ્રમાણપત્ર આપી સી.આર.સી.સી. જયંતીભાઈ મકવાણાના હસ્તે સન્માન કરાયું હતું.  આ સન્માન અર્પણ : શાળા પરિવાર ..... નાપા કન્યા ખાતે એન.કે. વર્ચ્યુઅલ સ્ટુડિયોના શુભારંભ પ્રસંગે હાજર મહાનુભાવોએ પ્રા.શાળા એક્તાનગર ( નાપા ) ની મુલાકાત લીધી હતી. જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરી, TPEO બોરસદ એમ.બી.પાંડોર તથા બી.આર.સી.સી. બોરસદ રવિભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત ધબકાર, પ્રેરણા પ્રાર્થના અંક તથા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ખીલેલા કાશ્મીરી ગુલાબ દ્વારા કરાયું હતું. શાળાના 38 મા સ્થાપના દિવસની યાદમાં બે ગણા વૃક્ષ ઉછેરના સંકલ્પ અંતર્ગત જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરીના હસ્તે ઔષધીય વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળા સ્ટાફ પાસેથી શાળા વિકાસ, બાળકોના Online અભ્યાસ ...

World Environment Day વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ - 2020

Image
World Environment Day -  2020   વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ આજથી ૪૮ વર્ષ પહેલાં વર્ષ ૧૯૭૨થી સયુંકત રાષ્ટ્રસંઘ દ્વારા ૫મી જૂનને  'વિશ્વ પર્યાવરણ દિવસ'  તરીકે ઉજવવાનું નક્કી કરાયું. પૃથ્વીના વાતાવરણને સ્વચ્છ, પ્રદૂષણમુક્ત બનાવવા તથા સંરક્ષણના હેતુથી દર વર્ષે વિશ્વમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવે છે.  તથા ઢગલાબંધ ( હજારો એવું લખીને તો યોગ્ય ન લાગે...) વૃક્ષો રોપવામાં આવે છે.   પણ માત્ર ઉજવણી કરી લેવાથી પૂરું થઈ જતું નથી. દર વર્ષે રોપવામાં આવતા વૃક્ષોની આંકડાકીય માયાજાળમાં સંતોષ માનનારા આપણે સંવર્ધનમાં ધ્યાન આપીએ તે હવેના સમયની તાતી જરૂરિયાત છે. બાળકોમાં આ વિચારને દ્રઢ કરી ઘર, શાળા, સમાજ, દેશ અને વિશ્વ લીલોછમ બને તે માટે કરિબદ્ધ થઈ આગળ વધવાનો સમય ચાલી રહ્યો છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં માનવજાતની નહિવત અવરજવરને લીધે હવા, જળ, પૃથ્વી બધું જ પ્રદૂષિત થતું અટક્યું છે. કોઈ મહામારી વગર પણ શું આપને આવું ન કરી શકીએ ?  વિચાર કરજો મિત્રો...!?! દરેક વ્યક્તિ નક્કી કરે અને તેનું પાલન કરે તો કદાચ આ શક્ય લાગે છ...