‘મૂ છાળી મા ’ -- બાલવાર્તા દિન બાળ કેળવણીના ભીષ્મપિતામહ એવા ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ( 15 નવેમ્બર)ને ' બાલવાર્તા દિન ' તરીકે ઉજવવાનું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયું તેની ખૂબ જ ખુશી છે. કારણકે, સાહિત્યમાં અને વિશેષ કરીને બાળ સાહિત્યક્ષેત્રે ગિજુભાઈ નું અમૂલ્ય યોગદાન છે. શિક્ષણમાં મોન્ટેસરી પદ્ધતિના તેઓ હિમાયતી હતા. બાળકોના જીવન વિકાસ માટે શિક્ષણ પદ્ધતિને એક ન વા આયામ તરીકે પસંદ કરી , કેળવણીમાં ન વા આદર્શ સાથે શિક્ષણ અને સમાજને પ્રકાશિત કર નાર ‘મૂ છાળી મા ’ તરીકે પ્રસિદ્ધ એવા ગિજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 1885 ના રોજ અમરેલી જિલ્લાના ચિત્તલમાં થયો હતો. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે , શિક્ષક જ બાળકોનો માર્ગદર્શક બની શકે છે. શિક્ષણ જગતને દિ વાસ્વપ્ન , બાલસાહિત્ય વાટિકા , મા બાપ થવું આકરું છે તથા વાર્તાનું શાસ્ત્ર જેવા પુસ્તકો આપી બાલ મંદિરના શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો. મેડમ મોન્ટેસરીના દર્શનથી પ્રભાવિત ગિજુભાઈએ ઇન્દ્રિયોની કેળવણી ઉપર જ ભાર આપી બાળકો વાર્તા , ગીત , રમત , સુશોભન , ચિત્રકામ અને નાટકો જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ...
Posts
Showing posts from 2021
અસરદાર સરદાર
- Get link
- X
- Other Apps
અસરદાર ' સરદાર' ભારતના છુટાછવાયા રજવાડાને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ 31 મી ઓક્ટોબરને ‘ રાષ્ટ્રીય એકતા દિવસ ’ તરીકે મનાવવામાં આવે છે. 1600 થી વધુ ભાષાઓ બોલતા ભારત દેશમાં હિન્દૂ , મુસ્લિમ , શીખ , ઈસાઈ , જૈન અને પારસી સમુદાય વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ પોશાકો અને રીત રિવાજોમાં પણ આજે એક થઈને જીવી રહ્યો છે તેના પાયામાં સરદાર પટેલનો મોટો ફાળો રહેલો છે . 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદમાં જન્મેલ સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ તાલુકાના કરમસદના વતની હતા. પિતા ઝવેરભાઇ તથા માતા લાલભાઈના સંસ્કારો લઈને ઉછર્યા હતા. 1857 ના સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં જોડાયા. પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું , પેટલાદની શાળામાં અંગ્રેજી પાંચમું ધોરણ પાસ કરી નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું. સ્થાનિક મિત્રો અને વકીલો પાસેથી ઉછીના પુસ્તકો લઈ વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલમાં અલગ જ પ્રકારની ખુમારી , ઉત્સાહ અને આનંદ હતો. સૌપ્રથમ ગોધરામાં વકીલાત શરૂ કરી. વકીલાતના વ્યવસાય બાદ દસ હજાર રૂપિય...
"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી."
- Get link
- X
- Other Apps
"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી." આજે એકતાનગર પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષકની જવાબદારી સંભાળીને 9 વર્ષ પૂર્ણ થયા છે. શાળાના મુખ્યશિક્ષક કરતાંય શિક્ષક હોવાનું ગૌરવ વધારે છે. શાળા, બાળકો, ગામ અને વાલીઓના સંપૂર્ણ સહકારથી 9 વર્ષમાં શાળામાં ઘણો બદલાવ થઈ શક્યો છે એનો આનંદ છે. 'પરિવર્તન સંસારનો નિયમ છે' એટ્લે પહેલાં જે પણ હતું તેમાં બદલ ચોક્કસ આવ્યો છે. કશુંક નવું કરવાની ખેવનાને કારણે શાળામાં 10 થી વધુ નવા આયામો સાથે સતત પાંચ વર્ષ સુધી ઇનોવેશનમાં 6 કૃતિઓ રજૂ કરી શાળાના બાળકોને અવકાશ અને આકાશ પૂરું પાડવાનો એક સફળ પ્રયાસ શાળાના શિક્ષકોના સહકાર (મોર પીંછાથી જ રળિયામણો..) થી થઈ શક્યો છે. શાળામાં અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરવાથી કામ કર્યાનો આત્મસંતોષ તો મળે છે પણ એટલેથી અટકી ન જતા રોજ કંઈક નવું વિચારવાનો સિલસિલો હજી ચાલુ જ છે. (પણ હા.. આપણે કંઈક નવું કરીએ એ બીજાને ન ગમે એવુંય બની શકે..?!?) આજના લખાણનું Heading વાંચીને થોડું આશ્ચર્ય થયું હશે ? આ જ વાત કરું છું પણ પહેલાં બીજી વાત કરી લઉં. હું અભ્યાસ કરતો હતો ત્યારથી કેટલાક શિક્ષકોને કાર્ય કરતાં જોઈ મને પણ શિક્ષક બનવાની તાલાવેલી હતી...
કસુંબીનો રંગ : નમન 'રાષ્ટ્રીય શાયર' ને
- Get link
- X
- Other Apps
કસુંબીનો રંગ : નમન ' રાષ્ટ્રીય શાયર ' ને આપણા ઐતિહાસિક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતી પ્રસંગે ગાંધીનગર ખાતે નવું 'સાહિત્ય અકાદમી ભવન' ઝવેરચંદ મેઘાણીના નામ સાથે જોડાઈ રહ્યું છે તેનો સમગ્ર ગુજરાતના સાહિત્ય રસિકો માટે ખૂબ જ આનંદનો વિષય છે. મહી કાંઠાના બારૈયા , પાટણવાડીયા અને બીજી ગુનેગાર ગણાતી કોમોના હૃદય પરિવર્તનની વાતો લખનાર અને તત્કાલીન યૌવનને પાંખો ફૂટે તે માટે ઉન્નત રાષ્ટ્રભાવનાથી ઉભરાતા વ્યક્તિ ચરિત્રો યૌવનની સામે મૂકવા જોઈએ . આ વાતને ધ્યાનમાં રાખી પોતાની ભાવના નવી પેઢી સમક્ષ મુકવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરનાર અને મૂક લોકસેવક રવિશંકર મહારાજના સમગ્ર કર્તૃત્વજીવનને ઘાટ આપનાર એવા ઝવ...