કસુંબીનો રંગ : નમન 'રાષ્ટ્રીય શાયર' ને

 કસુંબીનો રંગ : નમન 'રાષ્ટ્રીય શાયર' ને 

 

આપણા ઐતિહાસિક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતી પ્રસંગે ગાંધીનગર ખાતે નવું 'સાહિત્ય અકાદમી ભવન' ઝવેરચંદ મેઘાણીના નામ સાથે જોડાઈ રહ્યું છે તેનો સમગ્ર ગુજરાતના સાહિત્ય રસિકો માટે ખૂબ જ આનંદનો વિષય છે. મહી કાંઠાના બારૈયા, પાટણવાડીયા અને બીજી ગુનેગાર ગણાતી કોમોના હૃદય પરિવર્તનની વાતો  લખનાર અને તત્કાલીન યૌવનને પાંખો ફૂટે તે માટે ઉન્નત રાષ્ટ્રભાવનાથી ઉભરાતા વ્યક્તિ ચરિત્રો યૌવનની સામે મૂકવા જોઈએ

 વાતને ધ્યાનમાં રાખી પોતાની ભાવના નવી પેઢી સમક્ષ મુકવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરનાર અને મૂક લોકસેવક રવિશંકર મહારાજના સમગ્ર કર્તૃત્વજીવનને ઘાટ આપનાર એવા  ઝવેરચંદ મેઘાણીની વાત કરવી છે. 

28 ઓગસ્ટ, 1896માં ચોટીલામાં જન્મેલ જૈન વણિક કુટુંબમાં કાલીદાસ મેઘાણી અને માતા ધોળીબા    ધ્વારા સંસ્કારોનું સિંચન થયુંવતન બગસરા (અમરેલી) હોવાથી પ્રાથમિક શિક્ષણ બગસરા  લીધું  તેમના કંઠે ગવાતી પ્રાર્થના સાંભળવા લોકો થંભી જતા

વઢવાણ હાઈસ્કૂલમાં થોડું શિક્ષણ, અમરેલીથી 1921માં મેટ્રિક અને ત્યારબાદ ભાવનગરની શામળદાસ કોલેજમથી બી.થયા

ભણવામાં ચિત્ત ચોટતું નહોતું ને અધ્યાપકોના વ્યાખ્યાનો નીરસ લાગતાં હોઈ લોકસાહિત્ય એકઠું કરવાના હેતુથી ડુંગરો ખેડી,રાતો વેઠીખભે ઝોળી અને ખડિયો ભરાવી, 

રાત દિવસના ઉજાગરા કરી આ પરિવ્રાજકે ગીતોછાજીયામરશિયાલગ્નગીતોશૂરવીરતાવાળી કથાઓ અને મર્દાનગીની કથાઓ પણ   લોકબોલીમાં મેળવી પોતાની શૈલીમાં રજૂ કરી છે.

મેઘાણી ધ્વારા રચાતાં ગીતોની લોકમાનસ પર એવી તો અસર થઈ કે, લોકો આપમેળે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા લાગ્યા હતા. ઝવેરચંદ મેઘાણી ધ્વારા તૈયાર થયેલું લોકસાહિત્ય આપણી મહામૂલી મૂડી છે

લોકકથાઓમાં દરિયામાંથી મોતી લાવવા જેવું  કપરું કામ તેમના લખાણોની કથનકળા પરથી ઉપસી આવે છેતેમની સર્જનની દિશા બદલાતાં રાષ્ટ્રીય ભાવનાના મનોબળને વેગ મળ્યો

રાષ્ટ્રલક્ષી અને સમાજલક્ષી લખાણોને લઈ સત્યાગ્રહની ચળવળમાં તેમની ધરપકડ થઈસાબરમતી જેલમાં સરદાર પટેલ, ગાંધીજી અને મહાદેવભાઇ દેસાઇ સાથે કેટલાય દિવસો પસાર કર્યા

ત્યાં પણ એમની કલમ અટકી નહીંગોળમેજી પરિષદમાં જતા પહેલાં ગાંધીજીને ઉદ્દેશીને છેલ્લો કટોરો ઝેરનો  પી જજો બાપુ લખ્યુંલોકો સુધી ચોટદાર વાણી પહોંચાડી સંસ્કારસંદેશ આપતા ઝવેરચંદ મેઘાણી મોટા ગજાના ખેપિયા છે

સાધકની જેમ સદાય મસ્ત ને મોજીલા એવા ઝવેરચંદ મેઘાણીની કવિતામાં પણ મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.. એવા હલકારા અને ભલકારા કવિતામાં કરનારા કવિ મેઘાણીનુ કવિપાસું તો લોકસાહિત્યનો સમાગમ, સૌરાષ્ટ્રના વન અને જનપ્રકૃતિના ઝીલેલા પડછંદામાંથી એમની કવિતા  સર્જન થયું છે.

ગાંધીયુગના સૌથી પહેલા અને વિશેષ કવિ તરીકે આજે પણ કસુંબલ ડાયરામાં તેમની બેનમૂન સાહિત્યિક રચનાઓને કારણે યાદ કરવામાં આવે છેતેમના લખાણમાં ધરતીના ફૂલો, દલિતો - પીડિતો અને લોકોના વ્યવહારો, તહેવારો, ઉત્સવો તપસ્યાને એમણે શબ્દદેહ આપ્યો છે

આઝાદી માટેની ઝંખનાની તીવ્ર સંવેદનાઓનો રંગ પૂરવાની તેમની અનોખી કળા કવિતાઓમાં અભિવ્યક્તિ થતી જોવા મળે છે. દેશભક્તિના રંગયેલ તેમની 15 જેટલી રચનાઓનો સંગ્રહ બ્રિટિશ સરકારે જપ્ત કરી લીધો હતો. 

એક જ કલાકમાં લખાયેલું 'છેલ્લો કટોરો' કાવ્ય બાપુને ગોળમેજી પરિષદમાં જતી વખતે આપવામાં આવેલું. પ્રત્યેક ભારતીય જનોને માટે પુરુષાર્થ, પરાક્રમ, સમર્પણ અને દેશભક્તિનું કાવ્ય ' શિવાજીનું હાલરડું' આજે પણ જનમાનસ પર રાજ કરી રહ્યું છે. આ જ એમના જીવનની સાર્થકતા અને મહત્તા છે. 

રાષ્ટ્રીય ભાવનાને બાળપણના સંસ્કારો દ્વારા અભિપ્રેત કરતું કાવ્ય શિવાજીનું હાલરડું અને રાષ્ટ્રભાવનાની પ્રતીતિ કરાવતી ચારણ કન્યા જેવા કાવ્યો પણ તેમણે આપ્યા છે

કસુંબલ રંગના ગાયક કવિ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધીજી આપ્યું હતુંદેશભાવનાથી તરબોળ થયેલા કવિ મેઘાણીએ કવિતાને જનતાનો અવાજ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 

તેમની વાર્તાઓમાં સમાજમાં બોલાતી ભાષા ના આરોહ-અવરોહ સાથે મૌલિક લખાણ જોવા મળે છેતેમને માંડીને વાત કહેતાં પણ આવડતી હતી.

મેઘાણીની ભાષામાં આગવી શક્તિ અને સૌંદર્ય ઉભરી આવે છેએમના હૃદયમાં બેઠેલો કવિ ગુજરાતી ભાષાના સૌંદર્યને આપણી સામે અભિવ્યક્ત કરે છે

લોકસાહિત્યના આરાધક અને ઉપાસક એવા ઝવેરચંદ મેઘાણીએ સમાજ જ્યાં સુધી જીવતો રહેશે ત્યાં સુધી તેમણે કરેલી લોકસાહિત્ય સેવા થકી સમાજસેવા જીવતી રહેવાની છે

લોકકથા પર આધારિત 16 પુસ્તકો, લોકગીત પર આધારિત 10 જેટલા પુસ્તકો, લોકસાહિત્ય વિવેચનના 5 પુસ્તકો ઉપલબ્ધ છે. 10 જેટલા સાહિત્ય ગ્રંથો સાથે શબ્દ સ્વરૂપે તેઓ કાયમ આપણી વચ્ચે જીવંત રહેવાનાછે. 1947 માં આઝાદી મળવાનું નક્કી થઈ ગયું હતુંબોટાદમાં શિક્ષકોના સંમેલનમા  એમને આદર્શોનાં મેણાં મારશો નહીં એવું ભાષણ આપ્યું

  દિવસે હાર્ટએટેક આવતા આઝાદી માટે સતત ઝંખના રાખનાર ઝવેરચંદ મેઘાણીએ 9 માર્ચ, 1947ના રોજ આપણી વચ્ચે થી વિદાય લીધી.


Comments

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ