રાવણ દહન - દશેરા
રાવણ દહન - દશેરા
દશેરાના પવિત્ર દિવસે સાંજના સમયે રાવણ દહન જોવા જવાનો મોકો મળ્યો. ખૂબ ભીડભાડવાળી જગ્યામાં રાવણનું દહન થવાની તૈયારી હતી. સાંજ ઢળવા આવી હતી. નાના મોટા સૌ આ દ્રશ્ય નિહાળવા ઉત્સુક હતા. (રાવણના દસ માથાં જોઈ લાગ્યું કે, સાચે રાવણને 10 માથાં હતાં કે પછી 10 માથાં જેટલું અભિમાન હતું?)
છોડો.. વાત કરવી છે તે રહી જશે..
બધી તૈયારીઓ થઈ ગઈ હતી. રામના ધનુષ્યબાણ દ્વારા રાવણદહન શરૂ થયું,
પણ કોઈ કારણોથી રાવણ દહન થયું નહીં.
(વચ્ચે એક વાત કરું... દશેરાના દિવસે કોઈનું લખાણ મૂકેલું એ મારા વાંચવામાં આવેલું કે, જેમાં રાવણની 'મર્યાદા' ને રામની 'તાકાત'ની વાત હતી. દુષ્ટ તત્વો સમાજમાંથી ઓછા કરવા જ પ્રભુ અવતરે પછી એ મર્યાદા પુરુષોત્તમ રામ હોય કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ..) આ વાત પૂરી કરું ત્યાં સુધીમાં તો રાવણનું દહન થવાનું શરૂ થઈ ગયું.
આવી ઉત્તમ વિચારધારા આપણા જીવનમાં લાવવા માટે સૌએ પ્રયાસ કરવો પડે. રામ અને રાવણ બંને જ્ઞાની હતા. એમાં રામને અહંકારનું જ્ઞાન હતું, જ્યારે રાવણને જ્ઞાનનો અહંકાર હતો. બંને વચ્ચે આટલો ફરક છે. વેદોને સ્વર આપનાર રાવણને મારવા પ્રભુને આવવું પડે એ કઇં નાની વાત નથી. આપણે પણ સમાજમાંથી રાવણવૃત્તિ ધરાવતા વિચારોને દૂર કરવાનો પ્રયાસ કરીએ. એ માટે સત્વૃત્તિ, સદવિચાર, સત્કાર્યો અને સત્તમાર્ગે ચાલીએ અને ઇચ્છાઓ પર વિજય મેળવીએ.
ખૂબ સુંદર લેખ. "રાવણીયા વૃત્તિ" શબ્દનો પ્રયોગ કદાચ પહેલી વખત આ લખાણમાં થયો હોય એવું મને લાગે છે. સાથે એમ પણ જણાવવાનું મન થાય કે ઇતિહાસ વ્યક્તિના વ્યક્તિત્વને આંશિક રીતે જ પીરશે છે. ઇતિહાસનો જે દ્રષ્ટિકોણ વધારે પ્રચલિત હોય તેને જ સત્ય ગણવામાં આવે છે.
ReplyDeleteએટલે રાવણના વ્યક્તિત્વનું બીજું પાસું દક્ષિણ ભારતના ઐતહાસિક તથ્યો તપાસી જાણવું જોઈએ.
રાવણ સાથે રાવણીયાવૃત્તિ જોડીને આપણે કદાચ એ જ ભૂલ કરીએ છીએ જે કોઈ નિમ્ન કક્ષાની વૃત્તિને કોઈ જાતિ કે જ્ઞાતિ સાથે જોડીને કરતાં હોઈએ.
અંતે એટલું જ કહેવાનું કે ઇતિહાસને 360 ડીગ્રી જોવાની જરૂરિયાત હાલના સમયમાં જણાઈ આવે છે.
Is Ravana Worshipped in South India?
ReplyDeleteIn Karnataka's Kolar district, Ravana is worshipped because of his devotion to Lord Shiva. In a procession during the harvest festival, his ten-headed and twenty armed idol alongside Lord Shiva's idol is worshipped by locals.
(Source - Google).