Posts

Showing posts from 2024

ગિજુભાઈ અને પુસ્તકાલય

Image
  ગિજુભાઈ અને પુસ્તકાલય         આજે બાળવાર્તા સાહિત્યકાર ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ છે. આપણે સૌ જ્ઞાત છીએ કે , 2021 થી ગિજુભાઈ બધેકાના જન્મદિવસને “બાળવાર્તા દિન” તરીકે ઉજ્વવાનું નક્કી કરાયું છે . ચાલો , આજે સુપ્રસિદ્ધ બાળવાર્તાકારની અવનવી વાતો વિશે જાણવાની સાથે સાથે પુસ્તકાલયની વાત પણ જાણીએ.         બાળવાર્તાઓ બાળકોને અનોખી સફરે લઈ જાય છે , કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે. બાળકોને પાંખ આપવાનું કામ કરે છે વાર્તાઓ. પક્ષીઓ , પ્રાણીઓ , રાજા , રાજકુમારો , પરીઓ અને અન્ય પાત્ર દ્વારા એક ચોક્કસ વિચાર સાથે જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે. આ કામ કર્યું આપણી ‘ મૂછાળી મા ’ ( ગિજુભાઈ બધેકા ) એ. તેઓએ ગુજરાતી ભાષાના માધ્યમથી બાળકોને ભાવવિશ્વનું સરનામું ચીંધ્યું છે. બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર ગિજુભાઈએ સાદી અને સરળ ભાષામાં આનંદપ્રદ , માહિતીપ્રદ અને કલ્પનાના વિશ્વને ઉજાગર કરતા બાળસાહિત્યની એક નવી દિશા ખોલી આપી છે.         200 થી વધુ પુસ્તકો લખનાર ગિજુભાઈ માનતા હતા કે , જો બાળકો સાથે આદરપૂર્વક વર્તન કરવામાં આવે ...

બાપૂ, સત્ય અને આપણે – 2024

Image
  બાપૂ , સત્ય અને આપણે – 2024 બાપૂના વિચારો સહિત જીવવાનો પ્રયાસ એટલે સત્ય દિવસ. સત્ય શાશ્વત અને સનાતન હોય છે. આ સત્યનું માનવીજીવનમા એટલું જ મહત્વ રહેલું છે. ‘ સાદું જીવન ઉચ્ચ વિચાર ’ ની વાત સાથે જીવવાનું ગમે એટ્લે આજે થોડું સત્ય લખવાનું પણ મન થયું .         જીવનના દરેક બારામાં સત્ય સાથે જીવવાની તૈયારી હોય તો જ બાપૂને અનુસરી શકાય એમ હું માનું છુ. નાત-જાત અને છૂત-અછૂતના ભેદભાવોથી પર રહીને નઈ તાલીમના વિકારો ધરાવતા સંતને આજના દિને નમસ્કાર તો હોય જ , પણ સાથે સાથે એમની વિચારધારા જો આપના જીવનમાં ના ઉતારી તો અધૂરા જ કહેવાઈએ. આપણા વિચાર , વાણી અને વર્તનમાં પૂર્ણત : સત્ય આવે એ ઓછું શક્ય છે , પણ નિરપેક્ષ સત્ય જીવનમાં લાવવાનો પ્રયાસ મનને સ્વચ્છ અને સુઘડ ચોક્કસ બનાવે. કુટુંબ , સમાજ અને દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના આપણા અહંકારને ઓગાળી સ્વભાવને બદલાવશે.         વિદેશીઓને પણ ગાંધીજીના હોવાથી ભારત તીર્થ લાગતું હોય તો એ સૂકલકડી કાયા ધરાવતા ‘ મહાત્મા ’ ને કેમ ભૂલી શકીએ. કદાચ આ ‘ રા ષ્ટ્ર્પિતા ’ ન હોત તો આપણે સ્વતંત્ર થયા હોત કે કેમ એ પ્રશ્...

શ્રીકૃષ્ણ જન્મોત્સવ - '24

Image
  શ્રીકૃષ્ણ જન્મોત્સવ :     આજના વરસાદી વાતાવરણમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ આજના દિવસે માનવ અવતાર ધારણ કરી આપણી વચ્ચે આવ્યા એ આપણા જેવા અર્જુનોને માર્ગ દેખાડવા આવ્યા તે સૌ માટે સદભાગ્ય છે. નટખટ કૃષ્ણથી પૂર્ણ પુરુષોતમ સુધીના કોઈપણ સમયગાળાની વાત કરીએ તો પહેલાં પ્રભુ મુખે ગવાયેલી શ્રીમદ ભગ્વદ્ગીતાને યાદ કરવી જ પડે. મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. જે અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે. રણાંગણમાં મોહભંગ થયેલા અર્જુનને અપાયેલો ઉપદેશ એટ્લે શ્રીમદ્ ભગવદ્ગીતા. અદ્ભુત યોગવિદ્યા જાણકાર મહા તપસ્વી વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભગવદ્ગીતા  5000  થી પણ વધુ વર્ષો પહેલાં ગવાયેલી છે અને હાલ  1400 થી વધુ ભાષાઓમાં અનુવાદિત પણ કરવામાં આવેલી છે. શ્રીમદ્ ભગવદ્ગીતા બ્રહ્મજ્ઞાન ,  કર્મ ,  ભક્તિ અને જીવનના સારરૂપ  18  અધ્યાયમાં સમાવિષ્ટ  700  શ્લોકો (અસલમાં ગીતા  745  શ્લોકોની હતી એવું માનવામાં આવે છે. કાળક્રમે એમાંથી  45  શ્લોકો નીકળી ગયા હશે.)માં વણાયેલા અમૃત વચનો આજે સમગ્ર માનવજાતન...

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

Image
  વિશ્વ પુસ્તક દિવસ - પુસ્તકો, બાળકો અને દુનિયા    23  એપ્રિલ સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિવસ ”  તરીકે ઉજવવામાં આવે   છે. આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો   પણ   જન્મ તથા મરણદિન   છે. આથી યુનેસ્કો દ્વારા 1925 થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું.   શેક્સપિયરના   સાહિત્યક્ષેત્રે આપેલા   યોગદાનને જોતાં   ભારત સરકારે પણ 2001 માં આ દિવસને “વિશ્વ પુસ્તક દિવસ”ની માન્યતા આપી હતી.   આવનાર નવી પેઢીને પુસ્તકોના વાંચનમાં રસ પડે પડે અને જાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતના મોટાભાગના પુસ્તકાલયોમાં વાંચન રુચિ કેળવાય તે હેતુથી કાર્યક્રમો યોજવામાં આવે છે.   યુનેસ્કો દ્વારા   પણ   રીડિંગ ,  પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી   કરવામાં આવે   છે.   કાકાસાહેબ કાલેલકર એવું કહેતા કે ,  પુસ્તકો એટ્લે “વ્યક્તિના વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ છે.”   એકસારું પુસ્તક માણસની જિંદ...

મોહકતા ને માંગણીનો સંગમ

Image
  મોહકતા ને માંગણી નો સંગમ      ઉત્તરાયણ પછી ઉજવાતો સૌથી મોટો ઉત્સવ એટલે વસંતોત્સવ. માઘ માસની શુકલ પક્ષની પંચમીના દિવસે આવતી વસંતપંચમી આમ તો વેદકાલીન ઉત્સવ ગણાય છે. કુદરત પાનખર પછી સોળે કળાએ ખીલી , સૌદર્યની લહાણી કરતો આ કુદરતી ઉત્સવ માનવામાં આવે છે. સૃષ્ટિને વાચા આપવા બ્રહ્માજીના કમંડળમાથી જળ છાંટતા માનવીજીવનમાં શબ્દોની શક્તિનો સંચાર થયો. વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીના પ્રાદુર્ભાવનો આ દિવસ છે. પાનખરને વિદાય આપી વસંતને ઉમળકાભેર આવકારવાનો અને માણવાનો પવિત્ર દિવસ એટ્લે વસંતપંચમી. બુદ્ધિ , વિદ્યા અને જ્ઞાનની દેવી તથા બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ પણ જેને નમન કરે તેવા પરમેશ્વરી ભગવતી માં સરસ્વતીની આરાધના કરવાનો પણ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. ‘ શ્રીમદ ભગવદગીતા ’, ‘ રામાયણ ’ અને ‘ ઋતુસંહાર ’ કાવ્યમાં પણ ઋતુરાજ વસંતનો ઉલ્લેખ કરાયો છે. જીવન જીવવાની સાચી રીત શીખવી વિચાર , વાણી અને વર્તનને પરિશુદ્ધ કરનાર ‘ શિક્ષાપત્રી ’ ગ્રંથનો પ્રાદુર્ભાવ પણ આ દિવસે જ થયો હતો. આ દિવસે કોઈ મુહૂર્ત જોયા વગર જ શુભકાર્યોની શરૂઆત કરવામાં આવે છે. પહેલાંના બ્રાહ્મણો પોતાના બાળ...