Posts

આનંદમયી ઓગસ્ટ - ૨૦૨૦

Image
  આનંદમયી ઓગસ્ટ - ૨૦૨૦ નાપા કન્યા ખાતે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલને News 108ના ઝોનલ હેડ સાદિક સૈયદ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર આપી કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું હતું. બાળકો તથા શિક્ષકોના સહકાર થકી આવા સન્માનને લાયક થઇ શક્યો તેની ખુશી છે. સી.આર.સી. નાપાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલનું પ્રમાણપત્ર આપી સી.આર.સી.સી. જયંતીભાઈ મકવાણાના હસ્તે સન્માન કરાયું હતું.  આ સન્માન અર્પણ : શાળા પરિવાર ..... નાપા કન્યા ખાતે એન.કે. વર્ચ્યુઅલ સ્ટુડિયોના શુભારંભ પ્રસંગે હાજર મહાનુભાવોએ પ્રા.શાળા એક્તાનગર ( નાપા ) ની મુલાકાત લીધી હતી. જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરી, TPEO બોરસદ એમ.બી.પાંડોર તથા બી.આર.સી.સી. બોરસદ રવિભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત ધબકાર, પ્રેરણા પ્રાર્થના અંક તથા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ખીલેલા કાશ્મીરી ગુલાબ દ્વારા કરાયું હતું. શાળાના 38 મા સ્થાપના દિવસની યાદમાં બે ગણા વૃક્ષ ઉછેરના સંકલ્પ અંતર્ગત જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરીના હસ્તે ઔષધીય વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળા સ્ટાફ પાસેથી શાળા વિકાસ, બાળકોના Online અભ્યાસ ...

World Environment Day વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ - 2020

Image
World Environment Day -  2020   વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ આજથી ૪૮ વર્ષ પહેલાં વર્ષ ૧૯૭૨થી સયુંકત રાષ્ટ્રસંઘ દ્વારા ૫મી જૂનને  'વિશ્વ પર્યાવરણ દિવસ'  તરીકે ઉજવવાનું નક્કી કરાયું. પૃથ્વીના વાતાવરણને સ્વચ્છ, પ્રદૂષણમુક્ત બનાવવા તથા સંરક્ષણના હેતુથી દર વર્ષે વિશ્વમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવે છે.  તથા ઢગલાબંધ ( હજારો એવું લખીને તો યોગ્ય ન લાગે...) વૃક્ષો રોપવામાં આવે છે.   પણ માત્ર ઉજવણી કરી લેવાથી પૂરું થઈ જતું નથી. દર વર્ષે રોપવામાં આવતા વૃક્ષોની આંકડાકીય માયાજાળમાં સંતોષ માનનારા આપણે સંવર્ધનમાં ધ્યાન આપીએ તે હવેના સમયની તાતી જરૂરિયાત છે. બાળકોમાં આ વિચારને દ્રઢ કરી ઘર, શાળા, સમાજ, દેશ અને વિશ્વ લીલોછમ બને તે માટે કરિબદ્ધ થઈ આગળ વધવાનો સમય ચાલી રહ્યો છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં માનવજાતની નહિવત અવરજવરને લીધે હવા, જળ, પૃથ્વી બધું જ પ્રદૂષિત થતું અટક્યું છે. કોઈ મહામારી વગર પણ શું આપને આવું ન કરી શકીએ ?  વિચાર કરજો મિત્રો...!?! દરેક વ્યક્તિ નક્કી કરે અને તેનું પાલન કરે તો કદાચ આ શક્ય લાગે છ...
Image
શાળા વ્યવસ્થાપન સમિતિની તાલીમ :  આ શાળા વ્યવસ્થાપન સમિતિની તાલીમ સી.આર.સી. કક્ષાએ સી.આર.સી કો.ઓર્ડીનેટર ધ્વારા આપવામાં આવી હતી. જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ફરજો, કાર્યોની માહિતી, આર.ટી.ઈ., વિકલાંગ બાળકો માટેનું શિક્ષણ અને જરૂરી વાતો જાણવા મળી હતી. સી.આર.સી. કક્ષાએ સી.આર.સી કો.ઓર્ડીનેટર ધ્વારા આપવામાં આવેલી તાલીમનો ફાયદો એ થયો કે, શાળા વ્યવસ્થાપન સમિતિને આ તાલીમમાં સમજી લીધેલા મુદ્દા પર મીટીંગ વખતે વધુ સારી રીતે સમજાવી શકાય છે. જરૂર પડ્યે માહિતીનાં આ મુદ્દાઓ થાકી વધુ યોગ્ય રીતે તેમના હૃદય સુધી પહોચી જરૂરી કામગીરીમાં મદદ લઇ શકાય છે. એસ. એમ.સી ની લોકભાગીદારી :  મારી એકતાનગર શાળામાં એસ.એમ.સી.ના સભ્યો ધ્વારા લોકભાગીદારીના ભાગરૂપે બાળકોને સામાન્ય જ્ઞાન પૂરું પાડવા શાળામાંથી દર માસે બહાર પડતા ઈ- મેગેઝીન ' ધબકાર ' ખૂબ જ ઉપયોગી બન્યું છે. જેમાં દર માસે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ઉપરાંત સામાન્ય જ્ઞાનની વાતો મુકવામાં આવે છે. એસ.એમ.સી. સભ્યો, વાલીઓ અથવા બાળકો ધ્વારા જે માહિતી મુકવામાં આવે છે તે ઈ-મેગેઝીનની હાર્ડ કોપી મારફતે બાળકોને વર્ગવાર વાંચવા આપવામાં આવે છે. જે...

વિશ્વ પુસ્તક દિવસ 2018

Image
વિશ્વ પુસ્તક દિવસ - 23 એપ્રિલ                આજે 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ. નાનપણમાં જ્યારથી ભણવાનું શીખ્યા ત્યારથી જ આ પુસ્તકોના સહારે ચાલવાનું મન મનાવી જ લીધું હતું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ ( આવું કહેવા કરતાં સમજણ મોટી થતી ગઈ તેમ એવું કહેવું વધારે યોગ્ય ગણાશે.) તેમ પુસ્તકો તો જાણે જીવનમાં વણાઈ ગયાં. વર્ષો પછી " મારો પ્રેમ, મારુ પુસ્તક " પાકું થઇ ગયું ત્યારથી પુસ્તકોથી દૂર રહેવાનું ગમ્યું નહિ. કૉલેજકાળમાં ભણવાનો ને ભણાવવાનો મોકો મળ્યો ત્યારે પણ અને આજે શિક્ષકની નોકરીમાં પણ પુસ્તકો તો મિત્રો જ બની ગયા. આગળ કહ્યું તેમ સમજણ વધતી ગઈ તેમ પુસ્તકોની પસંદગીના વિષયો બદલાતા રહયા પણ વાંચન અટક્યું નહિ. શાળામાં બાળકોની સાથે આજના શુભ દિવસની વાત કરતાં કરતાં યાદ આવ્યું કે, આજે વિશ્વ પુસ્તક દિવસે ય પુસ્તકનું વાંચન તો ચાલુ જ છે તો તેના વિશે લખવું જ જોઈએ.                જ્ઞાનની ટોચ પાર બિરાજતા શ્રીમદ્દ આદ્ય શંકરાચાર્ય વિરચિત શ્રીકૃષ્ણાષ્ટકમના માત્ર આઠ શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણના ભા...

સુભગ સમન્વય ગણોના પતિ અને રાષ્ટ્રપતિનો... 5 મી સપ્ટેમ્બર

Image
સુભગ સમન્વય ગણોના પતિ ગણપતિ અને રાષ્ટ્રપતિ  ડૉ. રાધાકૃષ્ણન નો :    કિસ્સો કેવો સરસ મજાનો છે, બંને તરફ પલ્લું નમ્યાનો છે.  એકને  ઉપર  ગયાનો અને  બીજાને પોતા  તરફ નમ્યાનો. આજે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન, ગણેશ ચતુર્થી અને પર્યુષણ પર્વના દિવસો. તેથી ઉપરની વાત કદાચ આજે સાચી પડતી લાગે છે. આજના પવિત્ર દિવસે ત્રણ ત્રણ પ્રસંગોનું મિલન થાય તે સુભગ જ કહી શકાય. ગયા વર્ષે શિક્ષક દિને ભગવાન કૃષ્ણનો જન્મદિવસ હતો તેમ આજે પણ, ગણેશ ચતુર્થીનો ભવ્ય ઉત્સવ છે.  Happy Ganesh Chaturthi  નાની નાની આંખોમાંથી દૂરનું જોવાથી ટેવાયેલા ગણેશને ખાલી નમસ્કાર કરવાથી ન ચાલે. તેમની પાસેથી પણ કંઈક શીખવા જેવું ખરું! વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે દૂરંદેશી એક શિક્ષક જ વિચારી શકે. શિક્ષકથી લઇ રાષ્ટ્રપતિની સફર સુધી પહોંચનાર ડૉ. રાધાકૃષ્ણને શિક્ષકોને જે સન્માન આપ્યું છે તે સમગ્ર શિક્ષણ જગત માટે આનંદની વાત છે. પાયામાં કામ કરતા રહેલા શિક્ષક જ યાદ રહેતા હોય છે. શિક્ષકે તૈયાર કરેલા નહિ, પણ બાળકની કાર્યકુશળતા પ્રમાણે યોગ્ય...

પ્રયાસ, પ્રવૃત્તિ અને પરિણામ - કામ કર્યાનો આનંદ

Image
પ્રયાસ, પ્રવૃત્તિ અને પરિણામ - કાર્યાનંદ  અમારી શાળાની બાળા સુનિતા ઠાકોરે ખેલમહાકુમ્ભમાં સુંદર  દેખાવ કરી જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ વડોદરામાં પ્રવેશ મેળવ્યો. સુનિતાને માર્ગદર્શન આપી વિજેતા બનાવવામાં  સહયોગી મહેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર    સ્કીલ એન્ડ પર્સનાલીટી ડેવલોપમેન્ટ વર્કશોપ  આભાર : નિવેદિતા ફાઉન્ડેશન નીપાબેન પટેલ, કમલભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ ઠક્કર, રોબર્ટ સર  અને તેમની ટીમ ( CHARUSET, ચાંગા )તથા પ્રતિક સર તથા તેમની ટીમ (ILSASS)  સ્કીલ એન્ડ પર્સનાલીટી ડેવલોપમેન્ટ છ દિવસીય વર્કશોપમાં  એક્સપર્ટનું અભિવાદન અને આવકાર - માધવ આસ્તિક અને રજની વણકર   બચકે રહના રે બાબા બચકે રેહના રે....  કરાટે એક્સપર્ટ મીનાબેનનો પ્રહાર પ્રીતેશ પર  છ દિવસીય વર્કશોપમાં શાળાના સ્ટાફ અને બાળકો ઉત્સાહથી સહભાગી બન્યા. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ આયોજિત વિડીઓ શુટિંગના  વર્કશોપમાં આપને તો રોલ કર્યો ઇલેક્ટ્રિક દુકાનદારનો   બાબા હમ તો હૈ ગાવ કે...

Educational Innovation Fair - 2015/16 At : Sunav

Image
મારો નવતર પ્રયોગ :  બાળકોની હાજરી સુધારણામાં  એસ.એમ.સી. નો સહકાર ... અમારા કામને તાલીમ ભવને બિરદાવ્યું.... આભાર : હિતેશભાઈ દવે સર અને ડાયટની ટીમ  મુલાકાતીઓએ સ્ટોલની મુલાકાત લઇ  કંઈક  માહિતીનું આદાન પ્રદાન કરી ગયા... આઈ.આઈ.એમ.ના અરવિંદ ભંડારી સાહેબે પાસે આવી મારા કામને નિહાળ્યું અને બિરદાવ્યું પણ....   અમે સૌ 40 નવાચારી શિક્ષકો.. સાથે છે સતત માર્ગદર્શન આપનાર ડાયટ વલાસણનો સ્ટાફ જી.શિ.તા.ભવન વલાસણ આણંદ દ્વારા પ્રમાણપત્ર અને મોમેન્ટો મળતાં અમારા કામને ગતિ મળી.... હિતેનભાઈ સોલંકીનો સાથ સહકાર અને બી.આર.સી.સી. સુરેશભાઈની પ્રેરણા અને માર્ગદર્શન