Posts

Showing posts from 2022

વાર્તાની અનોખી વાત ...

Image
 વાર્તાની અનોખી વાત ... આપણે સૌ જ્ઞાત છીએ કે, સરકાર ધ્વારા ગયા વર્ષે ગિજુભાઈ બધેકાના જન્મદિવસને અલગ રીતે ઉજવવામાં આવેલ છે. એટલું જ નહિ, ગિજુભાઈને સાચા અર્થનું સન્માન આપી આખા વર્ષને "બાલવાર્તા વર્ષ" તરીકે ઉજ્વવાનું જાહેર થયું ને એ પ્રમાણે કામ પણ થઈ રહ્યું છે તેનો આનંદ છે. સૌ વાલીઓ અને બાળકો માટે ચિંતિત એવા ગિજુભાઈ માટે જેટલું બોલીએ કે લખીએ તે ઓછું જ પડે. શિક્ષણના નવા નવા આયામો દ્વારા ચીલાચાલુ પદ્ધતિના શિક્ષણને બદલે બાળકોને પ્રેમ, સમજાવટ, હળવાશ, સહાનુભૂતિ અને સંવેદનશીલતા સાથે ભણાવવાની વાતનો પાયો નાખનાર ગિજુભાઈને આજે પણ યાદ કરવા પડે. અવનવી ઉત્તમ તારાઓ સાથે બાળકોને તૈયાર કરવાની પોતાના પ્રયોગોને સીમિત ન રાખતા આપણા સુધી તે પ્રયોગો પહોંચતા આજે શિક્ષણ 'સોટી વાગે ચમ ચમ...'ને બદલે પ્રવૃત્તિઓ આધારિત અને સ્નેહાળ વાતાવરણમાં ચાલી રહ્યું છે. ગિજુભાઈ બધેકાએ શિક્ષક અને શિક્ષણની તથા શાળા અને સાહિત્યની જે વિભાવના સમાજમાં પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો હતો તેને આજે આપણે નિષ્ઠા સાથે પૂરતા સાધનો અને યોગ્ય સંચાલન સાથે આગળ વધવું જ રહ્યું.  આદર્શ શિક્ષણમાંથી નિર્માણ થતો આદર્શ માનવી તૈયાર કરવા...

રાવણ દહન - દશેરા

Image
રાવણ દહન - દશેરા   દશેરાના પવિત્ર દિવસે સાંજના સમયે રાવણ દહન જોવા જવાનો મોકો મળ્યો. ખૂબ ભીડભાડવાળી જગ્યામાં રાવણનું દહન થવાની તૈયારી હતી. સાંજ ઢળવા આવી હતી. નાના મોટા સૌ આ દ્રશ્ય નિહાળવા ઉત્સુક હતા. (રાવણના દસ માથાં જોઈ લાગ્યું કે, સાચે રાવણને 10 માથાં હતાં કે પછી 10 માથાં જેટલું અભિમાન હતું?)   છોડો.. વાત કરવી છે તે રહી જશે..  બધી તૈયારીઓ થઈ ગઈ હતી. રામના ધનુષ્યબાણ દ્વારા રાવણદહન શરૂ થયું,  પણ કોઈ કારણોથી રાવણ દહન થયું નહીં. લોકોએ ખૂબ રાહ જોઈ, આયોજકો પણ એ માટે વિધિવત નુસખા વાપરતા હતા. કેટલાક "હવે નહિ બળે" એમ સમજી ઘર તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા તો કેટલાક કંટાળીને અંદરોઅંદર વાત કરતા હતા. એક ભાઈએ કહ્યું, "આટલા પ્રયત્નો છતાં રાવણ કેમ બળતો નહીં હોય?" ત્યારે આ વાત મારા કાન પર પડતાં સહજ બોલી જવાયું કે, "જ્યાં સુધી આપણામાં રહેલી રાવણીયા વૃત્તિ ઓછી નહીં થાય ત્યાં સુધી રાવણ કેમ મળશે? આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, દ્વેષવૃત્તિ આમ તો રાવણીયાવૃત્તિ જ છે ને! એને દૂર કરવાની જરૂર છે. કદાચ આ દૂર કરીશું તો અથવા દૂર કરવાનો પ્રયાસ પણ કરીશું તો ચોક્કસ સમાજમાંથી રાવણ ઓછ...

સાચા શિક્ષક હોવાનું ગૌરવ...

Image
  શિક્ષક હોવાનું ગૌરવ... ગયા વર્ષે 'તમે શિક્ષક થવાને લાયક નથી..' એ વિષય પર લખવા હું મજબૂર નહીં, મજબૂત હતો. શિક્ષક હોવાના નાતે મને થયેલા કડવો અનુભવ લખું નહિ, તો મને નીચાજોણું લાગે.  આજે આ લખું છુ ત્યારે મારા મનમાં ને હ્રદયમાં એક જ ભાવ ઉછળી રહ્યો છે અને તે એટ્લે શિક્ષક હોવાનું ગૌરવ.     આણંદ જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય તરીકે શાલ, સન્માનપત્ર અને 15 હજાર રૂપિયાના ચેક સાથે રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે સન્માન થયું ત્યારે ખૂબ ખુશી થઈ. ગયા વર્ષના કડવો અનુભવ ઓગળી ગયો. આવું થયું એનું કારણ મારા શાળાના વિકાસ માટે થયેલા કાર્યોને યાદ કરતો ને વાગોળતો હતો.  હું મારી શાળામાં મુખ્ય શિક્ષકની જ્વાબદારી સંભાળ્યાના 10 વર્ષમાં વિવિધ કૌશલ્યોને ધ્યાનમાં રાખી બાળકો સમજ સાથે જ્ઞાન મેળવે તે હેતુથી એસ.એમ.સી.ના સહકારથી હાજરી સુધારણા કાર્યક્રમ ,  જિલ્લા કક્ષાએ 6 થી વધુ ઇનોવેશન , ઇ મેગેઝીન "ધબકાર" ,  વર્ષમાં બે વાર વેકેશન વર્કશોપ , મને પણ કહેવા દો.. ધ્વારા બાળકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ ,  ધો. 1 માં બાળકોને આવકારવા આગમન કાર્યક્રમ ,  વિવિધ વિષયો પર આચમન પોડ કાસ્ટિંગ કાર્ય...

"આઝાદીનો અમૃત મહોત્સવ : અનોખો જન - ઉત્સવ"

Image
"આઝાદીના અમૃત મહોત્સવ : અનોખો જન - ઉત્સવ" આજે આપણી આજબાજુ સમાચારપત્રો, સોશિયલ મીડિયા અને દરેક કાર્યક્રમોમાં "આઝાદીના અમૃત મહોત્સવ"ની વાતો સાંભળવા અને વાંચવા મળે છે. શું આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે, આટલા જોરશોરથી અને અગ્રિમતા સાથે વાતો સમાજમાં કેમ વ્યાપ્ત કરવામાં આવી રહી છે ? તેનો જવાબ આપણી જ પાસે છે.  આવનાર સમયમાં મજબૂતાઈથી ઊભા રહી નવી પેઢીને કંઈક એવું આપવા જઈ રહ્યા છીએ જે તેમના માટે પણ એટલું જ અગત્યનું છે. દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો તેના ફળ અત્યારે ચાખી રહ્યા છીએ. અગત્યનું તો એ છે કે, ગુલામીકાળમાં આપણે નહોતા તેથી આપણે તે સમયમાં આપણા ભારત દેશ માટે યોગદાન નથી આપી શક્યા. હા, આપણી અગાઉની પેઢીઓએ આઝાદી વખતે વિશેષ યોગદાન આપ્યું છે તેમાં ના નહિ, પણ જેના કારણે આજે આપણે સ્વતંત્રતાનો ઉત્સવ મનાવી રહ્યા છીએ એવા આપણા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભકતોના જીવનની ગાથાઓ, ગૌરવશાળી ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ સમાજમાં લઈ જઈશું તો સાચા અર્થમાં આપણે દેશ માટે યોગદાન આપ્યું ગણાશે.  બ્રિટિશ સત્તા પાસેથી આપણને આઝાદી મળતાં 15 ઓગષ્ટ 1947 ના રોજ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી સત્તા પ્ર...

"વિશ્વનું એકમાત્ર એટ્લે માં..."

Image
 "વિશ્વનું એકમાત્ર એટ્લે માં..."  વિશ્વનો સૌથી નાનો શબ્દ અને સૌથી લાંબી લાગણીનું નામ એટલે માં. એક નાનું બાળક કહે કે , “મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી ‘ માં ’ જેવા જ હશે.” મિત્રો , આજે આપણે ‘ માં ’ ધ્વારા થતા વ્યક્તિના ઉછેર અને ઘડતરની વાત કરવી છે. વેદમંત્રોમાં માતા-પિતા , ગુરૂ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે. શાસ્ત્રો એવું કહે કે , કોઈપણ પૂજા પછી માતા-પિતાને નમસ્કાર કરતી વખતે સૌથી પહેલાં નમસ્કાર માને કરવાના હોય છે. વાત્સલ્યની મૂર્તિ એટલે માં. આ સંસારમાં કોઈપણ સંબંધોમાં અતૂટ બંધન માં સાથેનું છે. કષ્ટ વેઠી , નવ માસ પોતાના ઉદરમાં રાખતી જન્મદાત્રી માં પોતે ભીનામાં સૂઈ બાળકને સૂકામાં સુવડાવે છે.   બાળકના જીવનના દરેક સમયે ધ્યાન રાખવાનું અને તેની સેવા કરવાનું મા ક્યારેય ચૂક્તી નથી. બાળક મોટું ને સમજણું થાય તો પણ પોતાનાથી અલગ કરતાં તેનો જીવ સહેજ પણ ચાલતો નથી. માં બગીચે ફરવા જાય , મંદિરે દર્શન કરવા જાય , પિયરમાં જાય કે બજારમાં ખરીદી કરવા જાય , હંમેશા પોતાના બાળકને સાથે લઇને ચાલે છે . કુટુંબમાં માતાનું અગ્ર સ્થાન છે તેમ બાળઉછેરમાં પણ માતાનું સ્થ...

“વિશ્વ પુસ્તક દિવસ” - 2022

Image
“વિશ્વ પુસ્તક દિવસ ” 23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિવસ ” તરીકે ઉજ વ વા માં આવે છે. આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો પણ જન્મ તથા મરણદિન પણ છે. આથી યુનેસ્કો દ્વારા 1925 થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર વામાં આવ્યું. શેક્સપિયરના સાહિત્યક્ષેત્રે આપેલા યોગદાનને જો તાં ભારત સરકારે પણ 2001 માં આ દિવસને “વિશ્વ પુસ્તક દિવસ”ની માન્યતા આપી હતી.  આવનાર નવી પેઢીને પુસ્તકોના વાંચનમાં રસ પડે પડે અને જાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતના મોટાભાગના પુસ્તકાલયોમાં વાંચન રુચિ કેળવાય તે હેતુથી કાર્યક્રમો યોજવામાં આવે છે. યુનેસ્કો દ્વારા પણ રીડિંગ , પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચાર હેતુ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાકાસાહેબ કાલેલકર એવું કહેતા કે , “પુસ્તકો એટ્લે વ્યક્તિના વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ છે.” એક સારું પુસ્તક માણસની જિંદગી બદલી શકે છે એટલું જ નહિ , ઉત્કૃષ્ટ સમાજનું ઘડતર પણ કરી શકે છે . પુસ્તકો માં જ મહાન વ્યક્તિ અને મહાન રાષ્ટ્ર નું ઘડતર કરવાની તાકાત રહેલી છે. આપણી સંસ્કૃતિ...
Image
કન્યાશિક્ષણના હિમાયતી ને  ‘ભારતની કોકિલા ’   સરોજિની નાયડુ  : બહુમુખી પ્રતિભા ધરાવતા જન્મજાત કવિયિત્રી સરોજિની નાયડુ એક અડગ દેશભક્ત કુશળ રાજનીતિજ્ઞ અને સંમોહક વક્તા હતા .  પ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર સરોજિની નાયડુ પોતાના જીવન કર્તવ્યોનોને સમર્પિત હતા .  હૈદરાબાદના નિઝામ કોલેજના સંસ્થાપક અઘોરનાથ ચટોપાધ્યાયને ત્યાં સરોજિની નાયડુનો જન્મ  13  ફેબ્રુઆરી  1969 ના રોજ થયો હતો .  પિતા અઘોરનાથ ચટોપાધ્યાય વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા જ્યારે માતા વરદા સુંદર કવિતાઓ લખતા હતા .  જેઓ બંગાળી ભાષામાં પણ કવિતાઓ લખતા હતા .  પિતાની ઈચ્છા પુત્રીને ગણિતજ્ઞ બનાવવાની હતી ,  પરંતુ સરોજિનીને ગણિતને બદલે કવિતામાં વધુ રસ હતો .  તેમણે માત્ર  12  વર્ષની વયે  ‘ દિલની રાણી ’  નામનું કાવ્ય લખ્યું હતું . 12  વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા ત્યારપછી લંડનની કિંગ્સ કોલેજ અને કેમ્બ્રિજ ની રીટર્ન કોલેજમાં પણ અભ્યાસ કર્યો . 16  વર્ષની વયે તેઓ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ ગયા .  તેમની કવિતા તેમણે પશ...